SINOR

શિનોર વનવિભાગ તેમજ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ બચાવ કેમ્પ નું આયોજન કરાયું

વડોદરા જિલ્લાના શિનોર ખાતે ઉત્તરાયણ ને લઈ વનવિભાગ એક્શન માં આવ્યું છે.
શિનોર વનવિભાગ ના આર.એફ.ઓ. બી.આર.દવે સહિત વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ નાં ભરત મોરે તથા તેમની ટીમ દ્વારા પક્ષી બચાવ અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે
શિનોર તાલુકામાં કોઈ જગ્યાએ દોરામાં પક્ષી ફસાયેલ હોય અથવા તો ઘાયલ થએલ હોય તો તાત્કાલિક હેલ્પ લાઇન નંબર ઉપુર જાણ કરવી જેથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ નાં કાર્યકરો ત્યાં હાજર થઈ શકે.
હેલ્પલાઇન નંબર. 7990217421, 7698828098…
શોનોર બસટેન્ડ પાસે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત કેમ્પ નું આયોજન કર્યું.આ કેમ્પ માં 1 ડોક્ટર સાથે 7 વોલેન્ટીયર હાજર રહેશે.જેમાં 24 કલાક બે દિવસ સુધી પક્ષી બચાવ અભિયાન માં તાત્કાલિક સેવા આપવા શિનોર વનવિભાગ સાથે 1 ડોક્ટર , વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના ભરતભાઈ મોરે સહિત 7 વોલેન્ટીયર હાજર રહેશે.
શિનોર તાલુકા માંથી જાહેર કરેલા નંબર પર કોલ આવતા તાત્કાલિક સેવા આપવા શિનોર વનવિભાગ સાથે 1 ડોક્ટર , વાઈલ્ડલાઈફ ના વોલેન્ટીયર ભરતભાઈ મોરે સહિત 7 વોલેન્ટીયર તૈનાત.
દર વર્ષે શિનોર વનવિભાગ વાઈલ્ડલાઈફ ના વોલેન્ટીયર સાથે રાખી પતંગ દોરી થી ઘવાયેલા પક્ષીઓ, વિઝ તાર માં દોરા સાથે ફસાયેલા પક્ષી સહિત ની સરાહનીય કામગીરી હાથ ધરાય છે.
ફૈઝ ખત્રી..શિનોર

Back to top button
error: Content is protected !!