BHUJKUTCH

૨૨મી જાન્યુ.સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

૧૫-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે આ વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાનું જરૂરી જણાય છે.જેથી કચ્છ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓએ એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કે કોઇ મંડળી બનાવીને ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર મનાઇ ફરમાવેલ છે.આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!