INTERNATIONAL

ફિનલેન્ડમાં બાળકોને પ્રિ-સ્કૂલમાંથી મીડિયાનું શિક્ષણ અપાઈ રહ્યું છે

ફિનલેન્ડના હેમીનલિનાની એક શાળામાં આઠમા ધોરણના વિદ્યાર્થીઓ જુદા-જુદા જૂથોમાં સમાચારની ચર્ચા કરતા જોવા મળે છે. તેઓ સમાચાર અને લેખોના હેતુ વિશે વાત કરે છે. તેઓ કેવી રીતે અને કયા સંજોગોમાં લખાયા હતા, તેઓ લેખકોના દાવાઓની પણ તપાસ કરે છે. શિક્ષક સારા માર્ટિકા તેમને રોજેરોજ એવા અસાઈનમેન્ટ આપે છે. તે કહે છે, “માત્ર સારી વાર્તા કે સામગ્રી સાચી હોય તે જરૂરી નથી.” તાજેતરમાં તેમણે વિદ્યાર્થીઓને કેટલાક વીડિયો બતાવીને તેની અસર અંગે ચર્ચા કરી હતી. હાલ વધી રહેલા ફેક ન્યૂઝના પ્રસારને લીધે આ પ્રકારની શિક્ષણ પ્રણાલી જરૂરી બની છે.

જો બહારની વ્યક્તિ જૂઠ્ઠું લખે છે, તો તે વ્યાકરણ અને વાક્યોની ભૂલથી પકડાય છે ખોટી માહિતી સામે લડવામાં ફિનલેન્ડના ઘણાં ફાયદા છે. વિશ્વની શ્રેષ્ઠ શાળા શિક્ષણ પ્રણાલી, મફત કોલેજ શિક્ષણ અને સરકાર પર લોકોનો ભરોસો છે. પેક્કાલા કહે છે કે, ફિનલેન્ડમાં 54 કરોડ લોકો ફિનલેન્ડની ભાષા બોલે છે, તેથી જો કોઈ બહારની વ્યક્તિ ખોટું લખે તો પણ વ્યાકરણ અને વાક્યરચનાની ભૂલોને કારણે તેને સરળતાથી ઓળખી શકાય છે.

Back to top button
error: Content is protected !!