ENTERTAINMENT

RRR એ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉંચું કર્યું

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR રિલીઝ થયા બાદ નવા-નવા રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે એવું કર્યું છે જે આજ સુધી ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મે કર્યું હશે. RRR એ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉંચું કર્યું છે. દુનિયામાં માત્ર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરની જ ચર્ચા થઈ રહી છે. સાઉથની આ ફિલ્મે ફરી ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનું નામ રોશન કર્યું છે.

ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ નવો એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ સ્ટાર્સથી લઈને ફેન્સની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. આ માહિતી ક્રિટીક્સ ચોઈસ એવોર્ડના જ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા દરેક સાથે શેર કરવામાં આવી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!