LIMBADISAYLASURENDRANAGAR

સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા ચોરાઉ બે બાઈક સહિત એક કીશોરને ઝડપી પાડયો.

તા.16/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મોટરસાયકલ નંગ 2 કિ.રૂ.35,000 નો મુદ્દામાલ ઝડપાયો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા બાઇક ચોરીના ગુનાને અટકાવવા જિલ્લા પોલીસ વડાએ હરેશ દુધાત સાહેબે સુચના આપી હતી આથી એલ.સી.બી ટીમ બનાવી જિલ્લામાં પેટ્રોલીંગ હાથ ધરી હતી પૈકી ટીમ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ચોરીના બાઇક અંગે બાતમી મળતા એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી પીએસઆઇ વી આર જાડેજા એએસઆઈ એન ડી ચુડાસમા,એન.બી.ઝાલા સહિત સમગ્ર ટીમ દ્વારા લીંબડી હોટલ પાસેથી એક કીશોર વયનો શખ્સ ઝુંપડામાંથી બાઇક સાથે ઝડપાયો હતો પોકેટકોપ એપમાં તપાસ કરતા આ બાઇક ચોરીના હોવાનું ખુલવા પામ્યુ હતુ આથી એલ.સી.બી ટીમે તેની પુછપરછ હાથ ધરતા આ બાઇકમાંથી એક તેણે 28-12-22 ના રોજ દુધની ડેરી પાસે જીજે 13 આર 5923 અને બીજુ તા. 03-01-2023 ના લીંબડી સકારી દવાખાના પાસેથી ચોર્યાનું જણાવ્યુ હતુ.આથી રૂ.35 હજારના બે બાઇક તેની પાસેથી જપ્ત કરાયા હતા આ કિશોરની વધુ પુછપરછમાં તેણે એક માસ પહેલા લીંબડી સુરેન્દ્રનગર ચોકડી, પાસે હાઈવે રોડ ઉપરથી મોટર સાયકલની ચોરી લીંબડી ઉંટડી પુલ પાસે રોડ ઉપરથી મોટરસાયકલની ચોરી, લીંબડી સરકારી દવાખાના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી, સાયલા પુલ નીચેથી બાઇક ચોર્યા હતા પરંતુ બાઇકમાં પેટ્રોલ પુરાવવાના પૈસા ન હોવાથી ચોરી કર્યા બાદ પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવી ખાલી થયા બાદ મુકી દીધાનુ કબુલાત આપતા કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર પાસેથી મળી આવેલ મોટરસાયકલ નંગ 2 કિ.રૂ.35,000 નો મુદ્દામાલ કબ્જે કરી લીંમડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!