CHIKHLINAVSARI

કૂકેરી ગામે નલ સે જલ યોજના થકી લોકોના ઘર સુધી પાણી પહોંચડવા મીટર વગર અધુરી

સરપંચ અને વીજ કંપની ની ઢીલી નીતિથી સરકારશ્રી ની યોજનાનો લાભ આમ જનતાને મળવાથી વંચિત.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી તાલુકાના કૂકેરી ગામમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલ યોજના મીટરના અભાવે બિન ઉપયોગી બનતા ગ્રામજનોની આશા પર પાણીમાં નો પરપોટો સાબિત થવા પામ્યો છે. ગામના લોકોની રજૂઆતો બાદ આ વિસ્તારમાં વાસમો યોજના અંતર્ગત પીવાનું પાણી મળે તે માટે તંત્ર દ્વારા….. લાખની યોજના ની વ્યવસ્થા કરી આપી પણ મીટરના અભાવે ગામના લોકોને પાણી નથી મળ્યું તેવા આક્ષેપ ઉઠ્યા છે કૂકેરી ગામના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની યોજનાઓ મંજૂર થઈ હતી. જેની કામગીરી કાગળ પર પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વાસ્તવિકતામાં પીવાના પાણીની યોજનાઓ મીટર જોડાણ વગર અધૂરી છે. મોટાભાગના વિસ્તારોમાં યોજના થકી એક ટીપુ પાણી મળ્યું નથી. ઘરે ઘરે અપાયેલ કનેકશનો ની સ્થળ મુલાકાત લેતા ચિત્ર કંઈક જૂદુ જોવા મળે છે. લોકોના ઘરે આજે પણ પાણી પહોંચી શક્યું નથી યોજનાની કામગીરી પૂર્ણ થયાને એક વર્ષ વિત્યા પછી પણ વિજ કનેક્શન ના અભાવે સરકારશ્રી ના લાખો રૂપિયા નો વ્યર્થ થયો હોય એમ લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ એજન્સી દ્વારા આ કામ નિયત સમયમાં પૂર્ણ કરી દેવામાં આવેલ હોય તેમ છતાં ગામના સરપંચ કે પંચાયતના હોદ્દેદારો કે પછી જે તે અધિકારીઓ વીજ કનેક્શન લાવવામાં વામણા પુરવાર થયા છે જેને લઇને આ યોજના અંતર્ગત થયેલ કામ હાલ બિન ઉપયોગી બન્યો છે અને આ યોજના અંતર્ગત લગાવવામાં આવેલ નળ પણ તૂટી જવા પામ્યા છે. ત્યારે વિજ જોડાણની કામગીરી અધુરી રહેતા ઘર આંગણે નળ શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. ફળિયાના જેટલા ઘરો પાણી માટે ફાંફા મારી રહ્યા ….છે ત્યારે સરકાર પાણી પહોંચાડવા માટે લાખો રૂપિયા ખર્ચે છે તેમ છતાં લોકોની સુખ અને સુવિધામાં હજુ કોઈ ફરક પડ્યો નથી તંત્રએ સમયાતંરે ચકાસવુ જરૂરી બનવા પામ્યું છે.આ કિસ્સામાં નળ, પાઈપ-લાઈન, બધુ છે માત્ર મીટર નહિ નાંખતા રોષ ફેલાયો છે.

બોક્સ.૧

વર્ષો બાદ સરકારશ્રી દ્વારા પાણી માટે આ યોજના અંતર્ગત અમારા ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું પણ એકવાર ટેસ્ટ કર્યા બાદ અમારા ઘરે પાણીનું એક પણ ટીપું આવ્યું નથી. અને આ બાબતે અમે સરપંચ શ્રી ને બે ત્રણ વાર રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ નળ લાગીને એક વર્ષ થવા આવ્યું પણ સરકારના પૈસાનો દૂર ઉપયોગ થયો હોય એમ લાગી રહ્યું છે.
(નગીન સિંહ પરમાર સ્થાનિક નાગરીક)
બોક્સ.૨
એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ ને એક વર્ષ થયું છે. ત્યારે વીજ કનેક્શન લેવાની કામગીરી સરપંચની હોય છે તો એક વર્ષ થઈ ગયા બાદ પણ વીજ કનેક્શન ના મળતા હાલ સરકારની યોજના પર પાણી ફરી વળ્યા હોય એમ લાગી રહ્યું છે.

 

Back to top button
error: Content is protected !!