IDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઈડર શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા બિનઅધિકૃત રીતે વ્યાજે પૈસા ધિરનાર સામે કાર્યવાહી કરવા માટે ઈડર શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજખોરોના ત્રાસને અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર થકી પગલાં ભરવા માટેની શરૂઆત કરવામાં આવી છે…

સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ ચરમસીમાએ પહોચ્યો છે જેને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને રાજ્યભરમાં વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે ત્યારે વ્યાજે નાણા લેનાર લોકોએ આખરે આત્મહત્યા કરવી પડતી હોય છે અને જેનો રેશિયો વધવાને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝડપી સઘન કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી બાદમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોક દરબારની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં લોક દરબારમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા,જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મેજિસ્ટ્રેટ, ઈડર ડી.વાઈ.એસ.પી, ઈડર પી.આઈ,પી.એસ.આઈ અને વ્યાજખોરોથી પીડિત લોકો તેમજ રજીસ્ટ્રાર કચેરીના પ્રતિનિધિ,પોલીસ સ્ટાફ,બેન્કના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગ દર્શન આપ્યું હતું લોન લેવા માટેનું માર્ગદર્શન પણ આપ્યું હતું લોન અને અલગ અલગ યોજનાઓ વિશે માહિતી આપી હતી સાથે જ ઉપસ્થિત લોકોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે લોક દરબાર યોજાયા પછી કોઈપણ પ્રકારની વ્યાજની ફરિયાદ આવે તો જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા માટેનું સૂચન આપી દેવામાં આવ્યું હતું વ્યાજખોરોથી ત્રસ્ત પીડિતોએ મારો સંપર્ક કરી સીધા રજૂઆત કરવા પણ જણાવ્યું હતું જેમા ઈડર શહેર તાલુકા મથકેથી મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા ત્યારે યોજાયેલ કાર્યકમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોથી પીડાતા પરિવારો પોતે ડરના કારણે પોલીસ મથકે ન પહોચી શકતો હોય તો જાગૃત નાગરિકોએ પિડીત પરીવારને સાથ સહકાર આપી પોલીસ ને જાણ થાય ત્યા સુધીની મદદ કરવી જોઈએ જેથી પોલીસ પિડીત પરિવારના પ્રશ્ન સાંભળી વ્યાજખોર સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે ત્યારે પિડીત પરિવારોને આગળ આવવા જીલ્લા પોલિસ વડાએ અપીલ કરી

રિપોર્ટર:-જયંતિ પરમાર

Back to top button
error: Content is protected !!