DEDIAPADANARMADA

જે પાર્ટીમાં છું એ પાર્ટી આદિવાસી સમાજના પ્રશ્નો, સમસ્યાઓને ઉઠાવતા રોકશે તો એ પાર્ટી માંથી સૌથી પહેલા હું રાજીનામું આપી દઈશ : ધારસભ્ય ચેતર વસાવા

તાહિર મેમણ : છોટાઉદેપુર તાલુકાના હમીરપુરા ગામે 30મું આદિવાસી એકતા મહાસંમેલન યોજાયું આદિવાસી એકતા સંમેલનમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા તીર,કમાન,ધારીયા,તલવાર ઢોલ, નગારા,ત્રાસા સાથે આદિવાસીઓ પરંપરાગત પોશાકમાં સજ્જથઈને આવ્યા..
આદિવાસી એકતા મહાસંમેલનમાં આદિવાસીઓએ આદિવાસી સંસ્કૃતિના અને એકતા શુભગ દર્શનકરાવ્યા આદિવાસીઓને થતાં અન્યાય, તેમની સમસ્યાઅને આદિવાસીઓના હક્કો માટેના મહત્વના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા આદિવાસીઓ પર થતા અન્યાય અત્યાચારો માટે ચિંતન અને મનન જરૂરી-ધારાસભ્ય ચૈતર વસાવા

દર વર્ષે ભારતના કોઈ એક જગ્યાએ આદિવાસીઓનું વિશાળ એકતામહાસંમેલન મળતું હોય છે.
આ વખતે છોટાઉદેપુર તાલુકાના હમીરપુરા ગામે 30મુંઆદિવાસી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં દેશભરમાંથી જુદા જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો અને આદિવાસીઓ ઉમટ્યા હતા.આ સંમેલનમાં આદિવાસી સંસ્કૃતિ અને એકતાના સુભાગ દર્શન થયા હતા.

ખાસ કરીને આદિવાસીઓનાપરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને શોભતાઆદિવાસીઓઆદિવાસીઓના પરંપરાગત વાજિંત્રો ઢોલ નગારા ત્રાસા તેમજ તીર કમાન તલવાર ધારિયા સાથે ખબે ખભા મિલાવીને નાજ ગાન કરતા આદિવાસીઓનું નૃત્ય પણલોક આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું

જેમાં ડેડીયાપાડાના આદિવાસી યુવા ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ સંમેલનમાં જોડાયાહતા.
આ સંમેલનમાં નીકળેલી આદિવાસીઓની વિશાળ એકતા રેલીમાં યુવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા તેના પરંપરાગત આદિવાસી વસ્ત્રોમાં પરિધાન થઈને હાથમાં ધનુષ લઈને તેમની બંને પત્નીઓના આદિવાસી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ચૈતર વસાવા પરિવાર સાથેનાચગાન કરતા આ સંમેલન અને રેલીમાં જોડાયા હતા જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ખાસ કરીને ચૈતર વસાવા આદિવાસીઓની સાથે ખભે ખબર મિલાવીને નૃત્ય કરતા જોવા મળ્યા હતા. હાથમાં ધનુષબાણ લઈને ઠુમકા મારતા ચૈતર વસાવાની સાથે અન્ય આદિવાસી આગેવાનો પણ જોડાયા હતા.

આ આદિવાસી એકતા સંમેલનમાં ચૈતર વસાવા આદિવાસીઓના પ્રશ્નો અંગે ચિંતન અને મનન કરતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ભોળો સમાજ છે. તેની જળ, જંગલ,જમીન અને તેના હક્કો છીનવાઈ રહ્યાં છે છતાં કોઈ આદિવાસી નેતા બોલતું નથી.આજે પણ આદિવાસીઓને થઈ રહેલો અન્યાયની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી. આદિવાસીઓનું અહીંયાપહેલા રાજ હતું
અહીંયા ભીલ રાજાઓ અને નાના રજવાડાઓમાં આદિવાસીઓ રાજ કરતા હતા.પણ બહારથી આવનારા લોકોએ કપટ કરીને આદિવાસીઓ પાસેથી રાજપાટ છીનવી લીધું.આજે આદિવાસી સમાજ કિનારે આવીને ઊભો છે.આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસીઓને અન્યાય સહન કરવો પડે છે.તેમને ન્યાય મળે તે માટે ચિંતન અને મનન કરવાની જરૂર છે.
નર્મદા જિલ્લાના પ્રશ્નોની વાત કરતા જણાવ્યું હતું કે આદિવાસીઓ માટેના કરોડોના બજેટો આવે છે. મોટા મોટા પ્રોજેક્ટ આવે છે.પણ આદિવાસીઓને કોઈ લાભ થતો નથી.નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેક્ટ હોવા છતાં આજે પણ નર્મદાનું પાણી ઘણા આદિવાસીઓને મળતું નથી. નર્મદામાં આજે પણ વીજળીની સમસ્યા છે તે માટે પણ ચિંતન અને મનન થવું જરૂરી છે.
સરકાર દ્વારા ગ્રીન કોરિડોર જેવા મોટા મોટા પ્રોજેક્ટ તો આવે છે પણ એમાં આદિવાસીઓની જળ,જંગલ,જમીન,ખનીજ છીનવાઈ ગઈ છે. છોટાઉદેપુરમાં રેતી અને ખનીજની મોટાપાયે ચોરી થાય છે.તેમણે આદિવાસીઓનો શિક્ષણ અને આરોગ્યની સમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. નર્મદા જેવા આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલો અને સુવિધાઓના ઠેકાણા ન હોવાનું જણાવી આદિવાસીઓની સમસ્યા હલ કરવા આપણે સૌએ આગળ આવવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!