JUNAGADHMANGROL

માંગરોળ :ગાંધી ચોકમાંથી MD ડગ્સ ,ગાંજા અને ચરસ સહિત રૂપિયા 93,689ના મુદ્દામાલ સાથે 1 ઇસમને ઝડપી પાડતી SOG

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં નશીલા પદાર્થોની બદીને નેસ્તનાબુદ કરવા અને યુવાધનને નશાના ખપ્પરમાં હોમાતા રોકવા માટે પોલીસ વધુ સક્રિય બની છે. તયારે જૂનાગઢ એસોજીના પીઆઈએ.એમ.ગોહિલને ખાનગી બાતમી મળી હતી. જે આધારે માંગરોળના યુનુસ ઉફેં લાલબાદશાહ હસનભાઈ જાગાને પ્રતિબંધિત નાકોંટીંકસ પદાર્થો સાથે ઝડપી લીઘો હતો.

માંગરોળના નવાપરા વિસ્તારમાં રહેતો આરોપી પાસે પ્રતિબંધિત નાકોંટીંકસ પદાર્થ છે જે લઈ માંગરોળ ગાંધીચોક,રીક્ષા સ્ટેશન પાસેથી સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ નીકળવાનો છે.તેવી બાતમી મળતા જૂનાગઢની એસ ઓજીના એસ.ઓ.જી.પીઆઈ એ.એમ.ગોહિલ. તથા માંગરોળ પીએસઆઈ એસ.એ.સોલંકી, એ એસ.આઇ એમ.વી.કુવાડીયા ,પી એમ.ભારાઇ ,સામતભાઈ બારીયા તથા પો હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક,મજીદખાન પઠાણ,રવિ ભાઈ ખેર.જયેશભાઇ બકોત્રા.તથા પો.કોન્સ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા .વિશાલભાઇ ડાંગર દ્વારા નાશનો સામાન લઈ આવતા યુનુસ ઉફેં લાલબાદશાહ હસનભાઈ જાગાને મેફેડોન,ઓપીએટ,ગાંજો અને ચરસ મળી 93 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીઘો હતો.માંગરોળ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો દાખલ કરી આગળ કાયૅવાહી હાથી ઘરવામાં આવી હતી.

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!