BODELICHHOTA UDAIPUR

બોડેલી તાલુકાના જોજવા ગામના જામીનદાર અરવિંદભાઈ વાળુભાઈને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વાહરે આવતા.જેલમાંથી મુકતી.

બોડેલીનાં એડીશનલ સેશન્સ જજ સ્પેશીયલ પોકસો , કોર્ટનાઓએ જામીનદારને જેલ નોહુકમ કર્યો હતો.

પોકસો કેસનં .૩૪ ૨૦૨૨ નાં કામે આરોપી હજાર ન રહેતાં તેનાં જામીનદારને નોટીસકાઢી પકડી મંગાવી જામીનદારને આરોપીને હાજર કરવા સારૂ જણાવેલ , પરંતુ આરોપી મળી ન આવતાં જામીનદારને નામદાર કોર્ટ દ્વારા જામીનગીરી પેટે થયેલ જામીનનાં રૂા.૧૫,૦૦૦- ( અંકે પંદર હજાર પુરા ) જામીનખતનાં ભરવા જણાવેલ , પરંતુ તે ન ભરી શકતા જામીનદાર ગરીબ હોય તેમજ અપંગ હોય અને તેઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જામીનખત ની ૨કમ ના.કોર્ટમાં જમા કરાવેલ ન હોય જેથી બોડેલી નાં એડીશનલ સેશન્સ જજ સ્પેશીયલ પોકસો , કોર્ટ ધ્વારા જામીનદારને દિન ૯૦ માટે દિવાની જેલમાં મોકલી આપવાનો હુકમ કરેલો , પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં દિવાની જેલનો અભાવ હોવાથી તેને સબજેલ છોટાઉદેપુરમાં ફોજદારી કામનાં આરોપીઓ સાથે મોકલી આપેલો.અને તેને દિવાની કોર્ટની સગવડ ઉભી કરી ત્યાં રાખવાનો હુકમ કરેલો.અને એકપત્ર પાઠવીને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સાહેબનાઓને દિવાની જેલની વ્યવસ્થા કરવા વિનંતી પત્ર લખેલો . જે બાબત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ધ્યાન ઉપર આવતાં તેઓએ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સીલ યોજનામાં હુકમ કરતાં જામીનદારની અટકાયત ખોટી અને માનવ અધિકાર ભંગ કરતી હોવાથી નામદાર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટ અપીલ દાખલ કરતાં ના.કોર્ટે બોડેલીનાં એડીશનલ સેશન્સ જજ ( સ્પેશીયલ પોકસો કોર્ટ ) નો હુકમ રદ કરી તાત્કાલીક જામીનદાર અરવિંદભાઈ વાળુભાઈ તડવી રહે.નદીફળીયા , મુ.ઝોઝવા , તા.બોડેલી , જિ.છોટાઉદેપુર ને મુકત કરવાનો હુકમ કરેલ છે .નાલશા તરફથી લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સીલ યોજનાનો અમલ થતાં સમાજનાં નબળા અને ગરીબ આર્થિક રીતે પછાત વર્ગના લોકોને આવી સગવડ મળતા આંનદની લાગણી અનુભવે છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!