NARMADATILAKWADA

તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત રાષ્ટ્રીય દીકરી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત રાષ્ટ્રીય દીકરી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વસિમ મેમણ તિલકવાડા

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 18 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને અનુસંધાને નર્મદા જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય દીકરી દિવસ સપ્તાહની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમ ની ઉજવણી કરતા આજ રોજ તિલકવાડા સી ટીમના છાયાબેન ની આગેવાની હેઠળ તેમજ સામાજિક કાર્યકર દિવ્યાબેન માછી / મદદનીશ કાર્યકર વૈદેહિબેન સગર / કોમ્યુટર ક્લાર્ક સાક્ષીબેન સોની તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય દીકરી દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી તિલકવાડા સ્થિત પ્રાથમિક શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાઓની થીમ આધારિત કાર્યક્રમ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સ્કૂલના ધોરણ 5/6/ અને 7 ની વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહ ભાગ લીધો હતો

આ કાર્યક્રમમાં સીગનેચર કેમ્પેનીંગ, બેટી બચાવો બેટી પઢાઓની પ્રતિજ્ઞા વચન, ગુડ ટચ અને બેડ ટચ, મહિલાલક્ષી યોજનાઓ વિશે તિલકવાડા સી ટિમ ના છાયાબેન તેમજ ઉપસ્થિત અન્ય આગેવાનો દ્વારા કિશોરીઓને વિસ્તૃત માર્ગદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે કિશોરીઓને સેનેટરી પેડ અને મહિલા લક્ષી યોજનાઓના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!