KUTCHMANDAVI

માંડવી તાલુકાના મોટા લાયજાના મહેશ્વરી સમાજવાડી ખાતે એલ્ડર હેલ્પલાઇન જાગરૂકતા અને પ્રથમ વર્ષગાંઠ ઊજવણી કાર્યક્રમ યોજાયો

19-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના મોટા લાયજા ગામે મહેશ્વરી સમાજવાડી ખાતે એલ્ડર હેલ્પલાઇન 14567 પ્રથમ વર્ષગાંઠ ઉજવણી અને અવેરનેસ કાર્યક્ર્મ બપોરે 3 વાગ્યે યોજાયો કાર્યક્રમની શરુઆત પ્રાર્થના કરી કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું જેમાં ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ગરાસીયા વૈશાલી દ્વારા જણાવવામાં આવ્યું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર તથા હેલ્પ એજ ઇન્ડિયાના સહયોગથી વરિષ્ઠ નાગરિકો માટેની રાષ્ટ્રીય હેલ્પલાઇન 14567 ની શરૂઆત 19/1/2022ના થઈ હતી આ હેલ્પલાઇન દ્વારા વરિષ્ઠ નાગરિકોને જરૂરી માહિતી તેમજ વિવિધ સરકારી યોજનાકીય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ઉપરાંત કાનૂની માર્ગદર્શન અને ભાવનાત્મક ટેકો પણ આપવામાં આવે છે વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાકીય માહીતી પૂરી પાડી હતી આ પ્રસંગે મહેશ્વરી સમાજવાડીના પ્રમુખ વેલજીભાઈ મહેશ્વરી, માંડવી MHU ના ભાવેશ ઈરડા -SPO,સંજય ચાવડા – ડોક્ટર,રાજગોર ચિંતન – ફાર્માસિસ્ટ જખુભા ગઢવી – પાયલટ વેન અને કલ્યાણભાઈ ગઢવી જી.એચ.સી એલ ફાઉન્ડેશન મેનેજર અને દિનેશ ગૌસ્વામી,વેલજીભાઈ મહેશ્વરી અને બહોળી સંખ્યામાં ગામના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!