ENTERTAINMENT

દુનિયાના સૌથી ૩૮૩ ફૂટ લાંબા વિમાને ઉડાણ ભરીને અચરજ પેદા કર્યુ, વિમાન ૬ કલાક ઉડયું

અમેરિકામાં દુનિયાના સૌથી ૩૮૩ ફૂટ લાંબા વિમાને ઉડાણ ભરીને અચરજ પેદા કર્યુ છે.કેલિફોર્નિયાના મોઝાવેના રણમાં જયારે આ વિમાનનું પરીક્ષણ થયું ત્યારે હાજર સૌ ભાવવિભોર બની ગયા હતા. વિમાનનું આ બીજુ સફળ પરીક્ષણ હતું તેને સ્ટ્રોટો લોન્ચ આરઓસી કેરિયર પ્લેનના નામથી ઓળખવામાં આવે છે.

પ્રયોગ દરમિયાન વિમાનની સાથે ટાલોન એ ટેસ્ટ વ્હિકલ પણ સાથે રાખવામાં આવ્યું હતું. ૨૮ ફૂટ લાંબા ટાલોન એ  એક પ્રકારનું ટેસ્ટ એરક્રાફટ છે જે પેલોડને હાઇપર સોનિક સ્પીડ આપે છે. આ વિમાન અમેરિકાની એક પ્રાઇવેટ કંપની તૈયાર કરી રહી છે. હજું તો અનેક પરીક્ષણ અને સ્ટડી આના પર થવાના છે પરંતુ જો આમાં સફળતા મળશે તો એરોનોટિકસ સાયન્સના ક્ષેત્રમાં મોટી ક્રાંતિ ગણાશે.

Back to top button
error: Content is protected !!