DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જામનગર જિલ્લામા ૭૦૦૦ ને રોજગાર-સોટકા સિદ્ધી

જામનગર જિલ્લામા ૭૦૦૦ ને રોજગાર-સોટકા સિદ્ધી

કમાણીનુ મુલ્ય બેકાર યુવક યુવતિ જ સમજી શકે

ભણીગણીને ઘેર બેઠેલા હજારો યુવાઓની માનસીક સ્થિતિ માતા પિતાનુ દુખ……સરકારની સંવેદના થી થય રહેલા છે દૂર

રોજગાર મેળામા જામનગરમા ખાનગી અનેક ક્ષેત્રો ની કંપની ઉદ્યોગો સેવા ક્ષેત્રો ઇન્ટરવ્યુ લઇ કેન્ડીડેટ પસંદ કરે છે

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર જિલ્લા રોજગાર કચેરીની જહેમત ના કારણે
જામનગર જિલ્લામા ૭૦૦૦ ને રોજગાર મળતા જે લક્ષ્યાંક સરકાર દ્વારા આ કચેરીને અપાયુ હતુ તેની સામે સોટકા સિદ્ધી મળી છે હા એ બાબત ચોક્કસ છે કે દરવરસે હજારો યુવાઓ ડીગ્રી ટેકનીકલ કે નોન ટેકનીકલ લઇ બહાર આવે છે અને તેમાથી સેંકડો કદાચ કોઇ કામકાજ વ્યવસાય કે કોઇ નોકરી ગામ મા કે બહારગામા મળે તે કરવા લાગે છે તેમજ ભલે ઓછા છતાય હજારો યુવાઓ રોજગાર કચેરીમા બે રોજગાર તરીકે નોંધ કરાવે છે હાલ તો દીકરીઓ પણ નોકરીમા વધુ ધ્યાન આપે છે રૂચી રાખે છે ત્યારે સરકારી કચેરીઓની જાહેરાત આવે તેનીપણ તૈયારી અનેક યુવાઓ કરે છે બધુ જ મળીને પણ સો ટકા રોજગારી કદાચ તંત્ર ની શક્ય ન હોય પરંતુ ખાનગી ક્ષેત્રો પ્રથમકરતા સો ગણા વધતા તેમા પણ નોકરી મળે તો કારકીર્દી ઘડાય ગુજરાન ચાલે અનુભવ મળે વગેરે….માટે જોબ ફેર યોજાતા હોય છે તે માટે યુવાઓ રોજગાર કચેરીએ નોંધણી કરાવે તે જરૂરી છે કેમકે કમાણીનુ શુ મુલ્ય છે તે બેકાર યુવક યુવતિ જ સમજી શકે છે ને?? અને
ભણીગણીને ઘેર બેઠેલા હજારો યુવાઓની માનસીક સ્થિતિ સાથે સાથે માતા પિતાનુ દુખ એ અસહ્ય હોય છે ત્યારે સરકારની સંવેદના થી દુખ દૂર થઇ રહ્યા છે અને જામનગરમા ખુબજબસારી રીતે
રોજગાર મેળામા જામનગરમા ખાનગી અનેક ક્ષેત્રો ની કંપની ઉદ્યોગો સેવા ક્ષેત્રો ઇન્ટરવ્યુ લઇ કેન્ડીડેટ પસંદ કરે છે જે ખુબ ઉપયોગી બને છે

@રોજગાર કચેરીઓને લગત કાર્યવાહીઓ…

* મેગા જોબફેર ૨૦૨૩ સબબ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી જામનગર દ્વારા ૭૫૦ થી વધારે જુદી જુદી ખાનગીક્ષેત્રની કંપનીઓમાં વેકેન્સી નોટિફાઇડ કરવામાં આવેલ. આ મેગા જોબફેરમાં વધુમાં વધુ ઉમેદવારો હાજર રહે તેવા હેતુથી ૨૦૦૦ એસ ટી કુપન આવવા જવા માટે ગામડાના ઉમેદવારોને મોકલવામાં આવેલ અને શહેરના ઉમેદવારોને વિવિધ મીડિયા દ્વારા જાણ કરાઇ હતી
તથા આ મેગા જોબફેરમાં ૨૫ થી વધારે કંપનીઓને હાજર રહેવા જણાવેલ. * કેલેન્ડર વર્ષ-૨૦૨૨ માટે આ કચેરીને યુવાનોને રોજગારી આપવા માટે ૭૦૦૦ નો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ. તે લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે ઓનલાઈન તથા ઓફલાઈન કુલ ૫૪ ભરતીમેળાઓ કરીને શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ ખાનગી તેમજ સરકારી ક્ષેત્ર મળી કુલ ૭૦૦૦ યુવાઓને રોજગારી આપીને ૧૦૦% સિદ્ધિ મેળવેલ છે,

* આ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨ દરમ્યાન ૩૨ સ્વરોજગાર શિબિરો નું આયોજન કરવામાં આવેલ.
જેમાં કુલ ૧૩૪૬૧ ઉમદવારો હાજર રહીને સ્વરોજગાર અંગે માર્ગદર્શન અને માહિતીઓ મેળવેલ. * આ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨ દરમ્યાન સાગરખેડું યોજના અંતર્ગત ૨૯ ભરતીમેળાઓ જામનગર શહેરની અંદર કરવામાં આવેલ. જેમાં ૬૬૧ રોજગારવાંચ્છું ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ. અને આ ઉમદવારો માટે સાગરખેડું કોસ્ટલ એરિયાની ૨૫ સ્વરોજગાર માર્ગદર્શક શિબિર યોજવામાં આવેલ.
* “સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમવર્ગ-૨૦૨૨” અંતર્ગત ૨ વર્ગોનું આયોજન મોટી બાણુંગર ખાતે “શ્રી બાલેશ્વર કેળવણી મંડળ” ખાતે કરવામાં આવેલ. જેમાં ૬૦ ઉમેદવારોએ ભાગ લીધેલ. * રોજગાર કચેરીના અનુબંધમ ઉપર તા.૦૬/૦૮/૨૦૧ થી પોર્ટલ શરુ થયા બાદ સચોટ પ્રસાર અને પ્રચાર દ્વારા ૮૬૩૦ ઉમેદવારોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ,
* રોજગાર કચેરીના અનુબંધમ ઉપર તા.૦૬/૦૮/૨૦૧૧ થી પોર્ટલ શરુ થયા બાદ ૧૧૮૧ ખાનગીક્ષેત્ર ના નોકરીદાતા નું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ, જેમાં નોકરીદાતા દ્વારા ૧૪૮૩૯ થી વધારે વેકેન્સી પોસ્ટ કરવામાં આવેલ. અને ઉમેદવારોને ઓનલાઈન ભરતીમેળાઓ નો ઘેર બેઠા લાભાન્વિત થયેલ.
રોજગાર સેતુ હેલ્પલાઇન ના માધ્યમ થકી વર્ષ ૨૦૨૨ દરમ્યાન ૫૩૬ ઉમેદવારોને કોલસેન્ટર દ્વારા ફોન દ્વારા જ સ્વરોજગારી કારકિર્દી વિષયક માહિતીઓ આપવામાં આવેલ.
* ઓનલાઈન વેબિનાર ના માધ્યમ થકી ઉમેદવારોને જુદા જુદા વિષયો ઉપર કુલ ૫૨ જેટલા ઓનલાઈન વેબિનાર કરવામાં આવેલ જેમાં ૫૪૬૯ ઉમેદવારોએ લાઈવ હાજર રહીને રોજગારીની તકો, રજીસ્ટ્રેશન અનુબંધમ પોર્ટલ તેમજ સ્વરોજગાર અને ભરતીમેળાઓ વિષે માહિતીઓ મેળવેલ. * હાલ આ કચેરી ખાતે તા.૩૦-૧૨-૨૦૨૨ ડીસેમ્બર-૨૦૨૨ અંતિત ૮૬૦૮ રોજગારવાંચ્છું ઉમેદવારો નોંધાયેલા છે, જેમના માટે અનુબંધમ પોર્ટલ દ્વારા નિયમિત રીતે જુદી જુદી વેકેન્સી કલેક્શન કરીને ઓનલાઈન ભરતીમેળાઓ યોજવાનું કાર્ય આ કચેરી દ્વારા કરવામાં આવે છે,
* આ કચેરી ખાતે જુદા જુદા સોશિયલ મીડિયા જેમ કે ફેશબુક વોટ્સ એપ ટેલીગ્રામ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ટ્વીટર સાથે જોડાયેલા કુલ ૯૫૪૦ ઉમેદવારોને અવારનવાર વખતોવખત કારકિર્દીલક્ષી માહિતી રોજગાર બાબતની માહિતીઓ અને ભરતીમેળાઓ અંગે માહિતીઓ શેર કરીને માહિતગાર
કરવામાં આવે છે.
તેમજ મદદનીશ નિ.રોજગાર કું. સરોજબેન સાંડપ્પા ના માર્ગદર્શન અને કટીબદ્ધતા હેઠળ જુ.રો.અ. (સીએનડી ઇન્સ્પે.) સારંગભાઇ ધમસાણીયા જુ.રો.અ. કું. ભારતીબેન ગોજીયા સિની.ક્લાર્ક એસ.બી.પાટડીયા અંકડા મદદનીશ રવિભાઇ ડાંગર પ્લેસમેન્ટ ઓફીસર કમ કાઉન્સેલર વિરેન્દ્રસિંહ વાઢેર વીજી.એક્સપર્ટ કાઉન્સેલર યંગ પ્રોફેશનલ એમ સી સી જામનગર ભાવનાબેન ગામીત ધ્રુવરાજસિંહ જાડેજા એમ્પેક્સ ડી કાઉન્સેલર અંકિતભાઇ ભટ્ટ સહિતની ટીમ આ કચેરીમા સમર્પિતતાથી કાર્યરત છે અને બેરોજગારો માટે આશીર્વાદ રૂપ ફરજ બજાવે છે

@____યુવાઓ ખંત કાળજી ધીરજ નિયમીતતા સમર્પિતતા કેળવો

આજના યુવા ખુબજ મહેનતુ હોય છે તેઓ ધીરજ ખંત કેળવી જે જોબ મળે તેમા પ્રથમ લાગી જાય તો ઘણુ જાણવા મળશે અનુભવ મળશે તેમજ કોઇ ખોટા સપના જોવાના બદલે સંકલ્પ કરો તે સાકાર કરવા નોકરી સિવાયના સમયમા અભ્યાસ કરો તાલીમ લો પરંતુ કોઇ કામ નાનુ ન ગણો તેમજ શરૂઆતમા ઓછો પગાર ભલે મળે ધીમે ધીમે અનુભવ વધશે ખાસ કરીને સરકાર તેમજ રોજગાર કચેરીઓની જહેમત થી યુવાઓને ખાનગી ક્ષેત્રોમા કામ મળ્યુ હોય તેમાથી ઘણા યુવા ચાર છ કે બાર મહિના મા કામ છોડી દે છે અથવા તેમને કોઇ કારણસર છુટા કરાય છે પરંતુ આવુ ન કરો ધીરજ થી ટકી રહેશો અને નિષ્ઠા કેળવો તો કોઇ કારણવગર છુટા નહી કરે બાદમા સલાહ લઇ આગળ વધવા જરૂર હોય સામે સારી તક હોય તો જ પહેલી કંપની ને જાણ કરી મંજુરી લઇ ને જ તે છોડો પરંતુ ઉતાવળ ન કરો કેમકે તક હોવા છતા ઘરે બેસીએ તો કેવી સ્થિતિ થાય તે પણ ઘણા સમજે છે તેમજભધે બધુજ સાનુકુળ ન હોય પરંતુ તેનાથી ઘડાય જવાય છે વળી માતા પિતા મિત્રો વડીલો અનુભવીઓનુ સારૂ માર્ગદર્શન મેળવી આત્મવિશ્ર્વાસ કેળવતા રહો તે જરૂરી છે
_________._…..____________
19 જાન્યુ. જામનગરમા મેગા જોબ ફેર

આ અંગે જામનગર જીલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ વિરેન્દ્રસિંહ પરમાર એ આપેલી માહિતી મુજબ જામનગરમાં કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેર ગત તા.૧૯ જાન્યુઆરીના રોજ યોજાયેલો હતો મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦થી વધારે ખાનગીક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહયા હતા. આ જોબફેરમાં ૬૩૦થી વધારે રોજગારવાંચ્છું ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાંથી ૩૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મદદનીશ નિયામકશ્રી (રોજગાર) કું. સરોજબેન સાંડપા દ્વારા પધારેલ મહેમાનોનું પુસ્તક વડે સ્વાગત કરાયું હતું, અને સમગ્ર કાર્યક્રમ વિષે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી. અધ્યક્ષશ્રી અને કલેકટરશ્રી ડૉ.સૌરભ પારઘીએ ઉપસ્થિત નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છું ઉમેદવારોને સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અને જોબફેર વિષે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, અને મેગા જોબફેરનું ઉદ્ઘાટન કર્યું હતું. જામનગર આઈ.પી.ઓ. શ્રી દર્શિત ભટ્ટે ઉપસ્થિત તમામ ઉમેદવારોને સ્વરોજગારી અંગે લોન અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ મેગા જોબફેરમાં આઈ.ટી.આઈ. ગુલાબનગર આચાર્યશ્રી વી.કે. ગાગિયા, ગર્વમેન્ટ પોલિટેકનીક આચાર્ય શ્રી બલદાણીયાભાઈ, સિનિયર પ્રોફેસરશ્રી ડો. નીલેશ ધાણી, ટ્રેઈનીંગ કમ પ્લેસમેન્ટ ઓફિસરશ્રી ઓઝાભાઈ, ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ આચાર્ય શ્રી ડૉ. ઘેલાણીભાઈ તથા શ્રી ડૉ. સોનલ જોશી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની આભારવિધિ આઈ.ટી.આઈ. જામનગરના આચાર્યશ્રી જે.એસ. વસોયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને આયોજન બદલ રોજગાર કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી

@_________________

BGB

b.sc.,ll.b.,d.n.y.( guj.aayu. uni.)

gov.accre. Journalist

jamnagar

8758659878

[email protected]

Back to top button
error: Content is protected !!