CHIKHLINAVSARI

ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે નલ સે જલ યોજના ફક્ત કાગળ પર હોય એવું લાગી રહ્યું છે

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલ યોજના નલ સે જલ યોજના બિન ઉપયોગી બનતા ગ્રામજનોની આશા પર પાણી માનો પરપોટો સાબિત થવા પામ્યો છે. ગામના લોકોની રજૂઆતો બાદ આ વિસ્તારમાં વાસમો યોજના અંતર્ગત પીવાનું પાણી મળે તે માટે તંત્ર દ્વારા….. લાખની યોજના ની વ્યવસ્થા કરી આપી પણ એજન્સી અને અધિકારીની ખોખલી નીતિ ના કારણે ગામના લોકોને પાણી નથી મળ્યું તેવા આક્ષેપ ઉઠ્યા છે રાનવેરીકલ્લા ગામના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની યોજનાઓ મંજૂર થઈ હતી. જેની કામગીરી કાગળ પર પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વાસ્તવિકતામાં પીવાના પાણીની યોજનાઓ મીટર જોડાણ વગર અધૂરી છે. મોટાભાગના વિસ્તારોમાં યોજના થકી એક ટીપુ પાણી મળ્યું નથી. ઘરે ઘરે અપાયેલ કનેકશનો ની સ્થળ મુલાકાત લેતા ચિત્ર કંઈક જૂદુ જોવા મળે છે. લોકોના ઘરે આજે પણ પાણી પહોંચી શક્યું નથી યોજનાની કામગીરી પૂર્ણ થયાને એક વર્ષ વિત્યા પછી પણ વિજ કનેક્શન ના અભાવે સરકારશ્રી ના લાખો રૂપિયા નો વ્યર્થ થયો હોય એમ લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ એજન્સી દ્વારા આ કામ નિયત સમયમાં પૂર્ણ કરી દેવામાં આવેલ હોય તેમ છતાં ગામના સરપંચ કે પંચાયતના હોદ્દેદારો કે પછી જે તે અધિકારીઓ વીજ કનેક્શન અને એજન્સી ની નબળી કામગીરી ના કારણે સરકારની આ યોજના નિષ્ફળ થઈ હોય એમ લાગી રહ્યું છે.ત્યારે ચીખલી તાલુકાના અધિકારીઓ વામણા પુરવાર થયા છે.જેને લઇને આ યોજના અંતર્ગત થયેલ કામ હાલ બિન ઉપયોગી બન્યું છે. અને આ યોજના અંતર્ગત લગાવવામાં આવેલ નળ પણ તૂટી જવા પામ્યા છે. ત્યારે વિજ જોડાણની કામગીરી અધુરી રહેતા ઘર આંગણે નળ શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. ફળિયાના ઘરો પાણી માટે ફાંફા મારી રહ્યા ….છે ત્યારે સરકાર પાણી પહોંચાડવા માટે લાખો રૂપિયા ખર્ચે છે તેમ છતાં લોકોની સુખ અને સુવિધામા હજુ કોઈ ફેર થયો નથી તંત્રએ સમયાતંરે ચકાસવુ જરૂરી બનવા પામ્યું છે.આ કિસ્સામાં નળ, પાઈપ-લાઈન, બધુ છે પણ હજુ પાણી ઘર સુધી નથી પહોંચી શક્યું. ત્યારે જોવાનું રહ્યું કે વહીવટ તંત્ર પોતાની ઊંઘ માંથી ક્યારે જાગશે. અને આ બાબતે નક્કર પગલા લેશે એ જોવાનું રહ્યું.

બોક્સ.૧
ચીખલી તાલુકાના અલગ અલગ ગામોમાં નલ સે જલ યોજના ફકત કાગળ પર જ હોય એમ લાગી રહ્યું છે. એક વર્ષ પૂરું થવા આવ્યું પણ હજૂ નલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.

બોક્સ.૨
નલ સે જલ યોજના અંતર્ગત થયેલ કામ ની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો કૌભાંડ બહાર આવે એમ છે. ત્યારે આ યોજના નિષ્ફળતા માટે જવાબદાર કોણ વહીવટી તંત્ર એજન્સી કે પછી ગામ ના સરપંચ?

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!