BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી.છોટાઉદેપુરના સાંસદ સુશ્રી. ગીતાબેન રાઠવા રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દર્સિંહ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.ભાગ-૧ની બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. ભાગ-૨ની બેઠક દરમિયાન સંકલન સમિતિના વિવિધ મુદ્દાઓ અંગે ગહન સમીક્ષા કરતા જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે પ્રજા તરફથી આવેલી અરજીઓ અંગે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, પ્રજા તરફથી આવતી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે તેથી દરેક શાખાધિકારીએ પ્રજા તરફથી આવેલી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય એ રીતે કામગીરી કરવાની રહેશે.

આ ઉપરાંત બાકી પેન્શન કેસો, સરકારી લેણાની વસુલાત સહિતના મુદ્દાઓ અંગે પણ જિલ્લા કલેકટરે વિગતે સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ બેઠક દરમિયાન ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કલ્પેશ ભગત, નાયબ વન સંરક્ષક વિષ્ણુભાઇ દેસાઇ, કાર્યપાલક ઇજનેરો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!