HIMATNAGARSABARKANTHA

પ્રોજેક્ટ વૃદ્ધિની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (કેર એન્ડ એક્શન અગેઈન્સ્ટ હંગર) ટીમે સાબરકાંઠાની બે દિવસીય મુલાકાત લીધી

પ્રોજેક્ટ વૃદ્ધિની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (કેર એન્ડ એક્શન અગેઈન્સ્ટ હંગર) ટીમે સાબરકાંઠાની બે દિવસીય મુલાકાત લીધી

*****

પોશીના તાલુકાના ખિજડાફળી આંગણવાડીની મુલાકાત દરમિયાન એનેમિયા અંગે ચર્ચા કરી

******

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની આંગણવાડીઓની પ્રોજેક્ટ વૃદ્ધિની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (કેર એન્ડ એક્શન અગેઈન્સ્ટ હંગર) ટીમે બે દિવસીય મુલાકાત લીધી હતી. આ ટીમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરીયા સાથે બેઠક કરી વ્યૂહરચના બનાવવા વિગતવાર ચર્ચા કરી હતી.

માતા અને બાળકને કુપોષણ માં પ્રવેશતા અટકાવવા, માતા અને બાળકને કુપોષણ અને એનિમિયા ની પરિસ્થિતિ સમજાવો અને તેને ઘટાડવા માટેની વ્યૂહરચના નક્કી કરવા આરોગ્ય શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત અને પ્રોજેક્ટ વૃદ્ધિની સંયુક્ત પહેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીમ હિંમતનગર તાલુકાના આંગણવાડી સેન્ટરની મુલાકાત લઈ માતાઓ માટે આયોજિત સેશનનું અવલોકન કર્યું હતું. અન્નપ્રાશન દિવસની ઉજવણીમાં હાજરી આપી બાળકને અન્નપ્રાશન કરાવ્યું હતું અને ગાંભોઈ ગામના બાળ સેવા કેન્દ્રની મુલાકાત લઇ જાણકારી મેળવી બાળકોના પ્રવેશ અને સારવાર અંગે ચર્ચા કરી.

આ ટીમ હિંમતનગર તાલુકાના ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત વખતે બાળરોગ નિષ્ણાત અને અન્ય NRC સ્ટાફ,તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર સાથેની વાતચીતમાં તેમણે તાલુકામાં કુપોષણની સ્થિતિ અને શિશુ અને બાળ પોષણ પ્રથાઓ અને વર્તણૂક માં બદલાવ અંગે સરકારી અધિકારીઓના અનુભવો વિશે ચર્ચા કરી હતી.

આ ટીમે બિજા દિવસે પોશીના બ્લોકમાં ૮ મહિનાના એક બાળકના પરિવારની મુલાકાત લેતા માંદગી દરમિયાન ખોરાક આપવાની પ્રથાઓ પર અને પૂરક ખોરાક આપવાની પ્રથાઓ ની સમજ મેળવી હતી. આ ટીમ ૦ થી ૫ મહિનાના બાળકના પરિવારને સ્તનપાન કરાવવાની રીત, પોઝિશનિંગ (યોગ્ય મુદ્રાઓ) અને લેચિંગ સમજવા માટે મળી હતી. ટીમ દ્વારા ખિજડાફળી, તા.પોશીના ના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી અને બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી સાથે એનિમિયા, સ્વચ્છતા સંબંધિત ચર્ચા કરી હતી.

આ મુલાકાતમાં પ્રોજેક્ટ વૃધ્ધિના ન્યુટ્રિશિયન હેડ મિસ અલેક્સાંદ્ર, સિનિયર પ્રોજેક્ટ મેનેજર મિસ ઇરેન અને સ્થાનિક અધિકારીઓ જોડાયા હતા.

રિપોર્ટ, જયંતિ પરમાર

Back to top button
error: Content is protected !!