DASADASURENDRANAGAR

માલવણ હાઇવે પર આશીયાના હોટલમાંથી જુગાર ધામ ઝડપાયું.

તા.22/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.66,000 તથા મોબાઇલ ફોન નંગ 13 કિ.રૂ.60,500 એમ કુલ મળીને કિ.રૂ.1,26,500 ના મુદ્દામાલ સાથે 14 આરોપીઓ ઝડપાયા.

સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પીઆઇ વી.વી.ત્રિવેદી પી.એસ.આઈ. વી આર જાડેજા, હિતેશભાઈ, જયેન્દ્રસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી અગાઉથી મળેલ બાતમીના આધારે શેડલા ગામના સોહેલખાન જેહાજીખાન મલેકના પોતાની માલિકીની આશીયાના હોટલના ઉપરના માળે ત્રીજા નંબરના રૂમમાં અચાનક દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતુ પોલીસે આ દરોડામાં સોહેલખાન જેહાજીખાન જતમલેક શેડલા મોહસીનભાઇ બાબુભાઇ મંડલી વિરમગામ વિનોદભાઇ વિરાભાઇ પાધરેચા દસાડા ભાવેશભાઇ અમરૂભાઇ રાબા ગઢવી ધ્રાંગધ્રા અયુબભાઇ આદમભાઇ કુરેશી બજાણા જયેશભાઇ કાળુભાઇ સોલંકી દસાડા શામજીભાઇ ચંદુભાઇ સાકરીયા રાજગઢ આદમભાઇ ભામીયાભાઇ કુરેશી ધ્રાંગધ્રા યુસુફખાન રહીમખાન રાઠોડ દસાડા સીરાજુદીન દાવલભાઇ મલ્લા જૈનાબાદ જાવેદશા સતારશા દીવાન દસાડા વિજયભાઇ બચુભાઇ ડાભી સુરેન્દ્રનગર પોપટભાઇ મેરૂભાઇ રાવળદેવ ધ્રાંગધ્રા અને જગદીશભાઇ દેવકરણભાઇ મહલીયા એંજારતાને તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.66,000 અને મોબાઇલ નંગ.13, કિં.રૂ.60,500 એમ મળીને કિ.રૂ.1,26,500 ના મુદામાલ સાથે ઝડપી પાડી બજાણા પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!