MAHISAGARSANTRAMPUR

મુનપુર શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ ખાતે તા.૨૧/ ૨૩/દરમિયાન ત્રિદિવસીય NSS ઝોનલ વર્કશોપ નુ આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર…
અમિન કોઠારી : સંતરામપુર

મુનપુર શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ ખાતે તા.૨૧/ ૨૩/દરમિયાન ત્રિદિવસીય NSS ઝોનલ વર્કશોપ નુ આયોજન કરવામાં આવ્યું.

 

 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા તથા શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર ના સંયુક્ત ઉપક્રમે તા.21 23/ દરમિયાન “ત્રિદિવસીય NSS ઝોનલ વર્કશોપ”નુ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ નાં ભાગ રૂપે વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી અને આ વિસ્તાર ના ધારાસભ્ય પ્રો.ડૉ. કુબેરભાઈ ડીંડોર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ, એમ. જી. એસ કેળવણી મંડળ નાં પ્રમુખ શ્રી ડૉ. હિરેનભાઈ પંડયા, મંડળના વિવિધ હોદ્દેદારો, કૉલેજ નાં પ્રિન્સિપાલ શ્રી એમ કે. મહેતા, કૉલેજ નો સ્ટાફગણ, શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ના આચાર્ય શ્રી શશીકાંતભાઈ પ્રજાપતિ, શાળાનો સ્ટાફગણ, વીદ્યાર્થીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,
વિવિધ કોલેજોના અંદાજે 224 જેટલાં વિદ્યાર્થીઓ NSS નાં વર્કશોપ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.
વિશેષમાં શાળા અને કોલેજ ના સ્ટાફગણે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી પ્રો.ડૉ. કુબેરભાઈ ડીંડોર નુ સાલ અને ચોપડા આપી સન્માન કર્યું હતું.
આમ આ ત્રિદિવસીય NSS વર્કશોપ નાં કાર્યક્રમ ઉદ્ઘાટન સમારોહ ને સર્વે મળી ને સફળ બનાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!