BHARUCH

જંબુસર સંયુક્ત કમિશનર મધ્યાન ભોજન યોજના ગાંધીનગર દ્વારા પ્રેરિત પીએમ પોષણ મધ્યાન ભોજન યોજના અંતર્ગત જંબુસર તાલુકા ની કુકીંગ સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજના હેઠળ ની પ્રાથમિક શાળા ના સંચાલક/ કુક હેલ્પર /મદદનીશની જંબુસર તાલુકાની કુકિંગ સ્પર્ધા નું આયોજન ઉર્દુ કન્યા શાળા, જંબુસર ખાતે આજરોજ કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ ૧૧ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. સ્પર્ધકો એ વિવિધ વાનગીઓ બનાવી પોતાનું પ્રદર્શન કામગીરી નિર્દેશિત કરી હતી. આ પ્રતિ યોગિતા મા જાડા ધાન ની વાનગીઓ બનાવવા માં આવી હતી. નિર્ણાયક તરીકે પ્રાંત અધિકારી એમ.ડી.પટેલ, મામલતદાર વી.બી.પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કાનજીભાઈપઢીયાર, ICDS સુપર વાઇઝર અને આરોગ્ય વિભાગ ના અધિકારી એ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી.સ્પર્ધા ના અંતે વિજેતા જાહેર કરતા પ્રથમ ક્રમાંકે સોની રેખાબેન છબીલદાસ, દ્વિતીય ક્રમાંકે ગોહિલ સરસ્વતી બેન રમણભાઈ, તથા તૃતીય ક્રમાંકે પરમાર લતાબેન યોગેશભાઈ વિજેતા ને જાહેર કરવામા આવ્યા હતાં.અને તેઓ ને ઈનામ સ્વરૂપે સરકાર દ્વારા પ્રથમ વિજેતા ને રૂ.૫૦૦૦/- , દ્વિતીય વિજેતા ને રૂ.૩૦૦૦/- તથા તૃતીય વિજેતા ને રૂ.૨૦૦૦/- આપવામાં આવ્યા હતાં. અને અન્ય ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને પ્રાંત અધિકારી તથા મામલતદાર તરફથી ૧૦૦૦/- પ્રોત્સાહક ઈનામ સ્વરૂપે આપવામાં આવેલ હતાં. મધ્યાહન ભોજન યોજના સંચાલક/રસોઈયા સ્પર્ધકો ખૂબ જ ઉત્સાહ પુર્વક ભાગ લઈને કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો અને સૌને અભિનંદન આપવામાં આવ્યા હતા

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Back to top button
error: Content is protected !!