MAHISAGARSANTRAMPUR

સરપંચ તલાટીએ વાપરી છટકબારી , ગ્રામસભા માં લોકો વચ્ચે થી અચાનક ગાયબ..

રિપોર્ટર…..
અમિન કોઠારી
સંતરામપુર.

મહીસાગર જિલ્લામાં ગામડાઓમાં યોજાતી ગ્રામસભાઓ કોઈને કોઈ બાબતે વિવાદમાં રહેતી હોય છે અને તેના વીડિયો વાયરલ થતા હોય છે.

 

 

 

ગ્રામસભામાં કોઈક વાર સરપંચના પિતા અપંગ યુવકની ધોલાઈ કરી નાખે તો કોઈ ગ્રામસભામાં રાહત દરે મળતું અનાજ ન મળે તો સરપંચ અને દુકાનદાર વચ્ચે તું તું મેં મેં થાય અને તેના વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક ગ્રામસભાનો વીડિયો વયરલ થયો છે, જેમાં સરપંચ અને તલાટી ગ્રામસભા છોડી જતા રહ્યા તેવા આક્ષેપો લગવવામાં આવી રહ્યા છે. લોકોના આક્ષેપો પ્રમાણે આ ગ્રામસભામાં ગ્રામજનો તો બેસી રહ્યા હતા પરંતુ સરપંચ અને તલાટી ખબર નથી કેમ અને કયા છૂપા ભયે અહીંથી રફ્ફૂચક્કર થઈ ગયા હતા. જેના કારણે ઉહાપોહ થયો હતો અને તેનો વીડિયો વાયરલ થયા તે અહીં દર્શાવાયો છે.

 

 

ગ્રામજનો બેસી રહ્યા અને જવાબદારો છૂમંતર થઈ ગયા.

મહીસાગર જિલ્લા સંતરામપુર તાલુકાની બટકવાડા ગામની ગ્રામસભા ગ્રામજનો બેસી રહ્યા અને જવાબદાર સરપંચ અને તલાટી ગ્રામસભા છોડી જતા રહ્યા. ગ્રામપંચાયતના મકાનને તાળું મારી જતા રહ્યા હોવાનો ગ્રામજનો દ્વારા લગાવવામાં આરોપનો વીડિયો વાયરલ થયો છે. સરપંચ અને તલાટી ગામ વિકાસના કામોના એજન્ડા વાંચી રવાના થતાં ગામ લોકોમાં રોષ ભુભકી ઉઠ્યો હતો. ગ્રામસભામાં જ સરપંચ તલાટી દ્વારા મનસ્વી વર્તનને લઈ બટકાવડા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

અગાઉ સંતરામપુરની ગ્રામસભામાં પણ વિવાદ
નોંધનીય છે આ અગાઉ પણ સંતરામપુર તાલુકાની વાંકડી ગ્રામ પંચાયતમાં મળેલ ગ્રામસભા દરમ્યાન એક અપંગ યુવક દ્વારા ચાલુ સભામાં પ્રશ્ન પુછતા જ સરપંચના પિતા અને મહીસાગર જિલ્લા ભાજપ એસટી મોર્ચાના મહામંત્રીએ અપંગ પર હુમલો કર્યો હતો અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં અપંગ યુવકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સરપંચ અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. તેવી જ રીતે જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગ્રામપંચાયતમાં પણ ગ્રામસભા દરમ્યાન ગરીબી રેખા નીચે આવતા ગ્રામજનોને રાહત દરે મળતું અનાજ નહીં મળતું હોવાથી ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરતા સરપંચે સસ્તા અનાજનું વેચાણ કરતા દુકાનદારને ગ્રામસભામાં બોલાવી રજૂઆત કરી હતી. જોકે અહીં સરપંચ અને દુકાનદાર વચ્ચે તું તું મેં મેં થઈ હતી અને તેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાલાસિનોર મામલતદારને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ બાદ રાહત દરે અનાજનું વેચાણ કરનાર દુકાનદાર દોષી જણાતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાનદારનો પરવાનો 30 દિવસ માટે રદ કરવામાં આવ્યો હતો.
હવે વધુ એક બટકવાડા ગ્રામસભાનો વીડિયો વાયરલ થયો છે અને તેમાં બે જવાબદાર વ્યકિતઓ સરપંચ અને તલાટી ગ્રામસભા છોડી જતા રહ્યા છે તેવા ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર વાયરલ વીડિયોની યોગ્ય તપાસ કરી કયા પ્રકારની કાર્યવાહી સરપંચ અને તલાટી પર કરે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!