SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સંચારી રોગ અટકાયત માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

તા.23/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા હેલ્થ ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ.

સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા હેલ્થ ગવર્નિંગ બોડીની બેઠક તેમજ સંચારી રોગ અટકાયત માટે બેઠક યોજાઈ હતી હેલ્થ ગવર્નિંગ બોડીની બેઠક દરમિયાન સ્વરછતા મિશન અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી સુવિધાઓ, તેમજ આરોગ્યલક્ષી કામગીરી માટેની જરૂરી મશીનરીઓ, બિલ્ડિંગો સહીતની કામગીરીની વિસ્તૃત ચર્ચા સાથે આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લોકો વધુ લઈ શકે તે માટે સંબંધિત અઘિકારી કર્મચારીઓને માર્ગદર્શન સૂચનો આપવામાં આવ્યા હતા સંચારી રોગ અટકાયત બેઠક દરમિયાન કલેકટર શ્રી કે.સી.સંપટ દ્વારા રોગચાળા નિયંત્રણ અને આરોગ્યલક્ષી સેવાઓની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન સાથે નોવેલ કોરોના રોગના અટકાયત પગલા વિશે અને જિલ્લાના તમામ લોકોને નિઃશુલ્ક કોરોના રસીનો પ્રીકોશન ડોઝ આપવામાં આવે તેવી આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળો થતો અટકાવવા અને ઉપરાંત મચ્છર ઉત્પતિ સ્થાનોનો નિકાલ, પોરાનાશકની કામગીરી અને તમામ ગ્રામ પંચાયત અને નગરપાલિકા સાથે સંકલન કરી તેઓ દ્વારા પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન, સ્વચ્છતા અંતર્ગત કામગીરી કરવામાં આવે તેવી સંબધિત વિભાગને સુચનો કર્યા હતા પાણીના નિકાલ અંગે તેમજ ગંદકી નાબુદી,ગટર સફાઈ તથા કચરાના નિકાલ અંગેની વ્યવસ્થા ગોઠવવા તેમજ હોટલ/રેસ્ટોરન્ટ બરફની ફેકટરીઓ વગેરે જગ્યાએ સ્વચ્છતાના ધોરણો જળવાય અને ખાદ્ય પદાર્થો આરોગ્યપ્રદે વહેંચાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ સહિત સબંધિત ખાતાના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!