NAVSARIVANSADA

વાંસદામાં ધારાસભ્ય ના હસ્તે નિર્ધુલ ચુલ્હા નું વિતરણ

વાંસદામાં ધારાસભ્ય ના હસ્તે નિર્ધુલ ચુલ્હા નું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ

વાંસદા તાલુકાના પીપલખેડમાં વાંસદા-ચીખલીના ધારાસભ્યના હસ્તે નિધુર્મ ચૂલા જે પર્યાવરણનું રક્ષણ કરે છે અને ઓછા લાકડામાં ચાલતા ચૂલાનું નિ: શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના પીપલખેડ ગામે મહિલાઓને નિધુર્મ ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ ઓછા બળતણથી ચાલતો ચૂલો કે જેમાં નાના-નાના લાકડાઓને સળગાવતા ચાલતો ચૂલો જે એક ખાનગી કંપની દ્વારા વાંસદા-ચીખલીના ધારાસભ્યના હસ્તે પીપલખેડ ગામે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અનંત પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે, જે હંમેશા બાજુના પર્યાવરણને નુકસાન નહીં પહોંચે એવી રીતે જીવન જીવે છે તો આ ચૂલાનો ઉપયોગ કરવાથી આપણને કેરોસીનની પણ જરૂરિયાત રહેતી નથી. આ ચૂલાને કારણે રસોઈ કરવાનો સમય પણ બચે છે. આ ચૂલાની ખાસિયત એ છે કે એમાંથી ધુમાડો ખૂબ જ ઓછા પ્રમાણમાં નીકળે છે તેમજ ચૂલો સળગાવવા માટે કેરોસીન કે ઓઇલની પણ જરૂર પડતી નથી, જેના કારણે સમયની પણ બચત થાય છે. આ ચૂલામાં પ્લાસ્ટિક સળગાવતું નથી તેમજ મોટા લાકડા બળતણ તરીકે ઉપયોગ થતો નથી. કંપનીના માલિક મનિષભાઈએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં બળતણ માટે કોઈપણ વધુ લાકડાની જરૂર પડતી નથી. આ કાર્યક્રમ માટે અનંત માહલા માજી સરપંચના પ્રયત્નોના કારણે કરવામાં આવ્યા હતા. હેમંત ભામરે, દિપક પટેલ, મનિષ પટેલ, અંજનાબેન, અનિલ પટેલ, લાલજીભાઈ, દિલીપભાઈ, શાંતાબેન ભોયા, ડેમ સમિતિના બારૂક ભાઈ, તેમજ પીપલખેડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!