NAVSARI CITY / TALUKO

નવસારી: જુનીયર કલાર્કની પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનીયર કલાર્કની પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ થી બપોરે ૧૨-૦૦ કલાક દરમિયાન જુનીયર કલાર્ક (વહીવટી/હિસાબ) સંવર્ગની જગ્યાઓ પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે એ માટે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારીના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ લઇ જવા ઉપર, લાઉડ સ્પીકર વગાડવા, અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા, પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થવા, સ્માર્ટ વોચ લઇ જવા તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમિયાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.

Back to top button
error: Content is protected !!