પાલનપુરમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની નવીન સંસ્થાનો સંતોના આશીર્વાદ અને મહાનુભાવોની શુભેચ્છાઓ સાથે શુભારંભ કરવામાં આવેલ 

24 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરના આકેસણ રોડ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ (બાલમંદિર) ની શરૂઆત થઈ રહી છે. તા. 22-1-2023ના શુભ દિને સવારે સંસ્થા પ્રાંગણમાં પૂજન વિધિ અને યજ્ઞનો પ્રારંભ થયો. હરગંગેશ્વર મહાદેવ, હાથીદરાના મહંત પ.પૂ. દયાલપુરીજી મહારાજ, મગરવાડા માણિભદ્ર વીર મંદિરના યતિવર્ય શ્રી વિજય સોમજી મહારાજ, વિજય હનુમાન સંન્યાસ આશ્રમ, પાટણના મહંત શ્રી રાજેન્દ્રાનંદ ગિરિજી મહારાજ વગેરે સંતોનાં સંસ્થા પરિસરમાં પગલાં અને આશીર્વચન લઈ સંસ્થાના સંચાલકોએ ધન્યતા અનુભવી. આ પ્રસંગે પૂર્વ સંસદ સભ્ય શ્રી હરિભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર સહિત અનેક પારિવારિક સ્નેહી મહાનુભાવોએ હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી. હાજર ન રહી શકનાર સમાજકારણના અને શિક્ષણ ક્ષેત્રના અનેક મહાનુભાવોએ આ સમાજ ઉપયોગી નવીન સાહસને આવકારી શુભેચ્છાના સંદેશા પાઠવ્યા. આ તબકકે શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાના સમન્વયથી બાળકોના જીવન વિકાસનો યોગ્ય પ્રારંભ કરવાના આ સંસ્થાના અભિગમની સુંદર માહિતી આપી. અતિથિ શ્રી સંજીવકુમારે પણ એમાં સારી પૂર્તતા કરી. કાર્યક્રમનું સંચાલન શ્રી ગજાનંદભાઈ જોષીએ કર્યું. સંસ્થા પરિવારે સૌના પ્રત્યે આભાર પ્રદર્શિત કરી આ શુભ દિવસથી નાનકડાં ભૂલકાંને નવીન પ્રવેશ આપવાનો પ્રારંંભ કરવામાં આવેલ હતો.

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....