વિજાપુર ડેરીયા ગામના યુવકના બંને હાથમાં અંગારા મૂકી દઝાડયો
ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણસીપુર ગામે નશો કરી આવેલ ઈસમો એ બાજુના ડેરીયા ગામના યુવકને બાઈક ઉપર લઇ જઇને પોતાના મિત્રો ભાઈ સાથે મળીને તાપણા ના અંગરાઓ મૂકીને હાથો ને દઝાડી માર મારીને ઇજા ઓ કરતા ત્રણ ઈસમો સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ તાલુકાના ડેરીયા ગામના ઠાકોર વાસમાં રહેતા અરવિંદજી રામાજી ઠાકોર જે કડિયા કામ કરીને પોતાના ઘરનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે અરવિંદજી સાંજના કરિયાણું લેવા સાંજના નીકળ્યા હતા ત્યારે રણસીપુર ગામના રાઠોડ નવલસિંહ નશામાં આવીને અરવિંદજી ને પોતાના બાઈક ઉપર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં નશાની હાલતમાં ગોપાલ સિંહે ગાળો બોલતા તેનો વિરોધ કરતા ગડદાપાટુનો માર માર્યો હતો તેવામાં ગોપાલસિંહ ના ભાઈ સુરેશસિંહ ઉર્ફે નવલ સિંહ અને દેવીપુજક રમેશ ઉર્ફે મેઘો ભેગા થઇને માર મારવા લાગેલા ગોપાલસિંહ અને તેના ભાઈએ હાથમાં તાપણાનો અંગારો આપી હાથોને દઝાડયો હતા અને ત્રણે ઈસમો એ ભેગા થઇને ઇજાઓ કરી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....