NAVSARI

નવસારી:હાઈસ્પીડ રેલ કોરિડોરના કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લેતા જાપાન વડાપ્રધાનના સલાહકાર ડૉ.મસાફુમી મોરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીનવસારી જિલ્લાના પડઘા,આમડપોર અને કછોલ ગામે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લેતા જાપાન વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડૉ. મસાફુમી મોરી જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડૉ.મસાફુમી મોરીએ આજરોજ નવસારી જિલ્લાના પડઘા, આમડપોર અને કછોલ ગામ પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch.૨૪૩) ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી મોરી સાથે જાપાનથી આવેલ પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રીએ ડૉ. મસાફુમી મોરીને ફુલ સ્પાન ગર્ડર, કાસ્ટિંગ યાર્ડ્સ અને વાયડક્ટ વર્ક્સ સહિતની કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતાં.આ પ્રસંગે ભારત ખાતેના જાપાનના રાજદૂત, સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મિનીસ્ટ્રી ઓફ લેન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ એન્ડ ટુરિઝમ (MLIT), મિનીસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ જાપાન (MOFA) , મિનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ જાપાન (MOF), મિનીસ્ટ્રી ઓફ ઈકોનોમી ટ્રેડ ઈંડિસ્ટ્રી (METI), જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA), નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. NHSRCLના પ્રતિનિધિમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!