DHORAJIRAJKOT

ધોરાજી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના રિહર્સલનું નિરીક્ષણ કરતા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ

તા.૨૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાષ્ટ્રના ૭૪ મા પ્રજાસત્તાક દિનની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ધોરાજી ખાતે સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. જેનું રીહર્સલ રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં યોજાયું હતું. કલેકટરશ્રીએ રીહર્સલ દરમ્યાન પરેડ નિરીક્ષણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમની સાથે જિલ્લા પોલીસવડા શ્રી જયપાલસિંહ રાઠોડ જોડાયા હતા.

આ રીહર્સલમાં ૨૬ જાન્યુઆરીએ રજૂ થનાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશભક્તિની કૃતિઓ પણ રજૂ કરાઇ હતી જેમાં ધોરાજી, જમનાવડ, સુપેડી, ભાયાવદર તેમજ રાજકોટના વિદ્યાર્થી ગ્રુપો દ્વારા કૃતિ રજૂ કરાઇ હતી. આ ઉપરાંત પરેડમાં રજૂ થનાર વિવિધ સરકારી યોજનાના ટેબ્લો પણ રજૂ થયા હતા, જેનું નિરીક્ષણ પણ મહાનુભાવોએ કર્યું હતું.

આ પ્રસંગે કલેકટરશ્રીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને જરૂરી સૂચનો કરી પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવા ઉત્સાહપ્રેરક સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી કે.બી.ઠક્કર, ધોરાજી પ્રાંત ઓફિસરશ્રી જયેશ લીખીયા, ડી.વાય.એસ.પી. શ્રી ડોડીયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલા, નાયબ ઇજનેરશ્રી નીરવ પીપળીયા, મામલતદારશ્રી-ધોરાજી, તાલુકા વિકાસ અધિકારીશ્રી-ધોરાજી, મામલતદાર-પ્રોટોકોલ શ્રી ઝાલા તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદારશ્રી મનીષ જોષીએ કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!