ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ન્યાયપાલિકા પર કબ્જો કરવા માગે છે:દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે  કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ન્યાયપાલિકા પર કબ્જો કરવા માગે છે. તેમણે ન્યાયિક પ્રણાલી પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુની તાજેતરની ટિપ્પણીને પણ ‘ખોટી’ ગણાવી હતી. રિજિજુના સંબોધનનો વીડિયો શેર કરતા કેજરીવાલે ટ્વીટ કર્યું કે, દેશની તમામ સ્વતંત્ર સંસ્થાઓ પર ગેરકાયદેસર કબજો કર્યા બાદ હવે આ લોકો ન્યાયતંત્ર પર કબજો કરવા માંગે છે. લોકો આવું ક્યારેય થવા દેશે નહીં. ન્યાયતંત્ર સામે આ પ્રકારની વાણી યોગ્ય નથી.

સોમવારે તીસ હજારી કોર્ટ સંકુલમાં આયોજિત પ્રજાસત્તાક દિવસના સમારોહમાં બોલતા, રિજિજુએ કહ્યું કે ન્યાયાધીશો ચૂંટાતા નથી, તેથી તેઓ જાહેર તપાસનો સામનો કરતા નથી, પરંતુ લોકો તેમની તરફ જુએ છે અને તેઓ જે રીતે ન્યાય આપે છે તેના આધારે તેમનો ન્યાય કરે છે.

કાયદા પ્રધાને કહ્યું હતું કે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે મતભેદો હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે બંને એકબીજા પર હુમલો કરી રહ્યા છે અને ‘મહાભારત’ થઈ રહ્યું છે, જેમ કે કેટલાક લોકો દ્વારા અંદાજ કરવામાં આવી રહ્યો છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....