JUNAGADHMANAVADAR

જૂનાગઢના ચુડવા ખાતેથી દારુની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ

બે ઝડપાયેલા બુટલેગરો સહિત આઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહારાષ્ટ્ર રાજયમાંથી માણાવદરના બુટલેગર લખન ઉર્ફે લખો ઈછુડા દ્વારા ટ્રક મારફતે મંગાવવામાં આવેલ વિદેશી દારૂની પેટી નંગ- ૧૮ બોટલ નંગ-૨૧૬ કિ.રૂ.૯૬,૦૦૦.તથા ટ્રક સહિત કુલ કિ.રૂ.૮,૧૬,લાખ ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી પ્રોહીબીશન ધારા હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ ડીઆઈજીની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગેરકાયદેસરની પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પી.આઈ. જે.એચ.સિંધવ તથા પી.એસ.આઇ. જે.જે.ગઢવી તથા ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ પી.આઈ. જે.એચ.સિંધવ તથા સ્ટાફને સંયુતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, માણાવદર બાવાવાડી વિસ્તારમાં રહેતો લખમણ હર્ફે લખો અરજણભાઇ ઇછુડા એ પોતાના હવાલાના ટૂક રજી.નં.જીજે-૦૯-ઝેડ-૧૪૬૬ વાળીમાં ગે.કા. રીતે વિદેશી દારૂનો જથ્થો પોતાના સાગરીતો મારફતે મંગાવેલ છે અને હાલ ઉપરોકત ટ્રક તેના સાગરીતો ધોરાજી, કલાણા થઇ માણાવદર તરફ આવતા હોય તેવી ચોકકસ બાતમીના આધારે ચુડવા રોડ ઉપર વોચમાં રહેતા ઉપરોકત હક્રિકતવાળો ટૂંક આવતા રોકાવતા ચેક કરતા દેશી બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવતા તમામ મુદામાલ તેમજ વિનય અરવિંદ શોભાસણા ઉવ.૨૫ રહે. માણાવદર, ગાયત્રી મંદિર પાસે, દ્વારકાપુરી સોસાયટી, પાવર હાઉસ પાસે, મુળ ગામ વેળવા તા માણાવદર અજીત અરજણ હાડગરડા ઉવ.૧૯ રહે, માણાવદર, ગાયત્રી મંદિર પાછળ, કામદાર સોસાયટી, વાળો ઝડપાયો હતો ઉપરોક્ત નંબર વાળી ટ્રક સહિત કુલ કિ.રૂ.૮,૧૬,લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉપરાંત વધુ એક આરોપી લખમણ ઉર્ફે લખો અરજણભાઇ ઇછુડા રહે. માણાવદર વાળા સામે માણાવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો નોંધાવવામાં આવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!