જેતપુરના પાંચપીપળામાં માવતરે રહેતી મહિલાને સાસરિયાંનો ત્રાસ

તા.૨૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મહિલાએ માવતરેથી કટકે કટકે 12 લાખ દહેજ આપ્યું વધુ દહેજની માંગણી કરી:પતિ, સાસુ, સસરા, દેર, દેરાણી, નણંદ સામે પોલીસમાં ફરિયાદ

જેતપુરના પાંચપીપળા ગામે એક વર્ષથી માવતરે રહેતી પરિણીતાને મારે તને જોઈતી નથી, તુ મારા ઘરેથી નીકળી જા મને તુ છુટાછેડા આપી દે જે અને તારો કરિયાવર ભુલી જજે તેમ કહી પરણીતાને ત્રાસ આપી પુત્ર સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાની પતિ સાસુ-સસરા, દિયર, નણંદ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના પાંચપીપળા ગામે એક વર્ષથી માવતરે રહેતી જ્યોતિબેન ભાવેશ લીલા (ઉ.વ.37) પટેલ પરણીતાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ચરખડી ગામે રહેતા પતિ ભાવેશ હરસુખ લીલા, સસરા હરસુખ ઓઘડ લીલા, શાસુ શાંતાબેન દીયર શનિ હરસુખ અને નણંદ મીતલબેન અમીત ગોંડલયિા અને દેરાણી એકતાબેન શનિ લીલાનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના જ્ઞાતિના રીતરીવાજ મુજબ તા. 5-5-2009ના ભાવેશ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તુ કરિયાવર કાંઈ લાવી નથી તેમ કહી મેણાટોણા મારી માવતરેથી પૈસા લઈ આવવા પતિની ચડામણી કરતા હતા જેના કારણે પતિ મારકુટ કરતો હતો.સાસરિયાના દબાણથી ફરિકયાદી માવતરેથી કટકે કટકે 12 લાખ લઈ આવ્યા હતા. છતા સાસરિયાઓ વધુ પૈસાની માંગણી કરી આખા ઘરનું કામ તેનીપાસે કરાવતા હતા. લગ્નના છ વર્ષ બાદ પતિ સાથે ગોંડલ રહેવા ગયા બાદ પતિએ સ્ત્રીદાનમાં મળેલા દાગીના ગીરવે મુકી પૈસા મોજશોખમાં ઉડાવી દીધા હતા.ત્યાર બાદ પતિ ઘરે નિયમીત આવતો ન હોય તપાસ કરતા ચરખડી ગામના હીના સાથે તેને અનૈતિક સબંધ હોવાની જાણ થતા સાસુ-સસરાને વાત કરતા બધાયે ભેગા મળી તુ જોતી નથી તેમ કહી 22-2-222ના પરણીતાને પુત્ર સાથે પહેરેલ કપડે કાઢી મુકી હતી.આ બનાવની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સાસરિયાઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....