કાલોલ ITI ખાતે ૨૫ જાન્યુઆરીના રોજ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન

તારીખ ૨૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ દ્વારા તારીખ ૨૫-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઇ.ટી.આઈ કાલોલ ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે જિલ્લા ક્ક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાશે. જેમાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન, એન.સી.એસ પોર્ટલ રજીસ્ટ્રેશન, રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન તથા રોજગારલક્ષી સેવાઓ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધોરણ ૧૦ પાસ,ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ (ટેકનીકલ ટ્રેડ), ડીપ્લોમા (ટેકનીકલ ટ્રેડ) તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા અનુભવી, બિન-અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક આપવામાં આવશે. આ ભરતીમેળામાં નોકરીદાતા દ્વારા ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવશે. રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા તથા ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર અધિકારીશ્રી ગોધરાએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારના પંચમહાલ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....