PANCHMAHALSHEHERA

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી એન.એસ.એસના 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં કાંકણપુર કોલેજનું ગૌરવ

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી 26 માં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં એન.એસ.એસ.ના બે સ્વયંસેવકો હુબલી ધારવાડ ખાતે જળહળી ઉઠ્યા. રાષ્ટ્રીય યુવા સપ્તાહ અનુરૂપ કર્ણાટક રાજ્યના હૂબલી ધારવાડ ખાતે 26 મો રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મંત્રાલય અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને રાષ્ટ્રીય યુવા સપ્તાહ અનુરૂપ કર્ણાટક રાજ્યના હૂબલી ધારવાડ ખાતે 26 મો રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સમગ્ર ભારતમાંથી બધા રાજ્ય તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશોએ યુવા મહોત્સવની નાટક ,નૃત્ય ,ગીત, સંગીત ,યોગાસન ,વેશભૂષા ફોટોગ્રાફી ,રંગોળી ,ચિત્રકળા જેવી અનેક પ્રવૃત્તિઓમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યમાંથી 10 યુનિવર્સિટી માંથી કુલ 20 સ્વયંસેવકો અને એન .એસ .એસ .ના બે પ્રોગ્રામ ઓફિસર વિપુલ કંસાગરા અને સિદ્ધિ શેઠ સાથે હુબલી ધારવાડ ખાતે N.S.S.નું ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું .આ બધા જ સ્વયંસેવકોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય તેમજ નોંધપાત્ર રહી હતી .શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માંથી અને કાંકણપુર કોલેજની વિદ્યાર્થીની પરમાર વિભૂતિબેન દિલીપભાઈ તેમજ શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી પરમાર દેવેન્દ્રસિંહ ભગવાનસિંહ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માંથી પ્રતિધિત્વ કરી ગરબા ,નાટક, યોગાસન અને નૃત્ય જેવી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક તારીખ 12 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી 2023 સુધી યુથ સમિતમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું હતું. પરમાર વિભૂતિબેન દિલીપભાઈએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેમજ કાંકણપુર કોલેજ અને પંચમહાલ જિલ્લો તેમજ રતનપુર ગામનું એન.એસ.એસ. યુથ સમિટમાં ભાગ લઈ રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ કુલ સચિવ શ્રી ડૉ. અનિલભાઈ સોલંકી એન.એસ.એસ વિભાગના કો-ઓર્ડીનેટર ડો. નરસિંહભાઈ પટેલ ઇ.સી .તેમજ એ.સી સભ્યશ્રીઓ, સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ ,કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ.કુમાર જૈમીની શાસ્ત્રી ,કાંકણપુર કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.મહેશકુમાર રાઠવા તેમજ કાર્યકારી આચાર્ય ડૉ. જગદીશભાઈ પટેલે પરમાર વિભૂતિબેન દિલીપભાઈ ને યુથ સમિતમાં ભાગ લેવા બદલ શુભેચ્છાઓ તેમજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!