પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટની ઉત્સાહભેર મુલાકાત લેતાં શાળા નં. ૬૭ના વિદ્યાર્થીઓ

તા.૨૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

અધિકારીઓ તથા કર્મચારીઓએ બાળકોને માહિતી વિભાગ તથા પત્રકારત્વ ક્ષેત્રની ભૂમિકા વિશે સરળ ભાષામાં અવગત કર્યા

વિદ્યાર્થીઓને કચેરીના સંપાદન તથા વહીવટ વિભાગની સર્વગ્રાહી માહિતી આપવા બદલ આભાર વ્યક્ત કરતા શિક્ષકો

 

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પંડિત જવાહરલાલ નહેરુ પ્રાથમિક શાળા નં. ૬૭ના વિદ્યાર્થીઓએ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટની મુલાકાત લીધી હતી. ગ્રીનલેન્ડ ચોક નજીક માલધારી સોસાયટીમાં આવેલ શાળા નં. ૬૭ના આચાર્યશ્રી વિજયભાઈ કુંભરવાડિયાની આગેવાનીમાં ચાર શિક્ષકોશ્રી પરેશભાઈ ચોરાડા, કાજલબેન ભાલારા, ઊર્મિલાબેન પરમાર, સોનલબેન રાઠોડના નેતૃત્વ હેઠળ ધો. ૭ અને ૮ના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને બે તબક્કામાં માહિતી વિભાગ તથા પત્રકારત્વ ક્ષેત્રની ભૂમિકા વિશે સરળ ભાષામાં અવગત કર્યા હતા.

આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરાએ રાજયસરકારની મધ્યાહ્ન ભોજન યોજના, શિષ્યવૃત્તિ યોજના, સુપોષણ યોજના સહિત બાળકોની યોજનાઓ વિશે જાણકારી આપી સરકારની યોજનાઓ સમાચારના માધ્યમથી કઈ રીતે બાળકો સુધી પહોંચે છે, તેના વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકાબેન પરમારએ સમાચારના 5W એન્ડ 1H (હુ Who, વ્હોટ What, વ્હાય Why, વ્હેર Where, વ્હેન When & હાવ How)ના સિદ્ધાંતને આધારે અખબારી નોંધ તૈયાર કરવાની પ્રક્રિયા વિશે સમજાવ્યું હતું. તેમજ ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામકશ્રી સંદીપભાઈ કાનાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયાની સર્વગ્રાહી વિગત આપી, વિડિયો રેકોર્ડિંગની પ્રક્રિયા અને સમાજમાં પત્રકારત્વ ક્ષેત્રના યોગદાન વિશે બાળકો સમજી શકે, તેવી સરળ ભાષામાં સમજ આપી હતી.

આ તકે સિનિયર સબ એડિટરશ્રી પારૂલબેન આડેસરાએ સમાચારોના પ્રકાર, સમાચારોના પ્રચાર-પ્રસાર, મીડિયાના ટૂલ્સ તથા વહીવટીની કામગીરી અંગે વિદ્યાર્થીઓને શીખડાવ્યુ હતું. માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ માહિતી કેન્દ્રની પ્રવૃત્તિઓ, રાજયસરકારના પ્રકાશનો ‘‘ગુજરાત’’ પાક્ષિક, કારકીર્દિ માર્ગદર્શન વિશેષાંક અને ‘‘રોજગાર સમાચાર’’ વિષે બાળકોને વિગતો આપી હતી. જુનિયર પબ્લિક રિલેશન ઓફિસરશ્રી રાજભાઈ લક્કડએ માહિતી વિભાગના ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર જેવા સોશ્યલ મીડિયાની કામગીરી સમજાવી હતી તથા બાળકોને વેબસાઈટ વિઝીટ કરવા સમજાવ્યું હતું. તેમજ કેમેરા ઓપરેટરશ્રી કેતનભાઈ દવેએ રમુજી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી બાળકોને ગમતીલા પ્રશ્નો પૂછી બાળકોના ચહેરા પર ખુશી છલકાવી હતી.

 

આ કાર્યક્રમમાં માહિતી મદદનીશશ્રી ભાવિકાબેન લીંબાસીયા અને દેવભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનિઓને કચેરીના સંપાદન તથા વહીવટ વિભાગની સર્વગ્રાહી માહિતી આપવા બદલ શિક્ષકોએ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....