JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં મંગલધામ વિસ્તારના લોકોએ ગટરના અને રસ્તાનાં પ્રશ્નોનોને લઇને કમિશનરને આપ્યું આવેદન

જૂનાગઢમાં મંગલધામ વિસ્તારના લોકોએ ગટરના અને રસ્તાનાં પ્રશ્નોનોને લઇને કમિશનરને આપ્યું આવેદન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મંગલધામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર નું પાણી ઘરમાં આવતું હોય અને દુર્ગંધ આવતી હોવાથી તેમજ રોગચાળો ફેલાવવાની દહેશતથી જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું કે સ્થાનિકોની માગણી હતી, કે સત્વરે ગટરનું પાણી આવતું અટકે અને રોડ રસ્તા નું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અન્યથા જો સમસ્યાનો સમાધાન નહીં થાય તો ન છૂટકે ગાંધી સિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ એક મહિના પહેલા અરજી આપવામાં આવી હતી ત્યારે જવાબદાર અધિકારીઓએ માત્ર મૌખિક બાહેંધરી આપીને સંતોષ માની લીધો હતો, સ્થાનિકોના જણાવ્યા મુજબ પાંચ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી નથી તેમ જ સ્થળ ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ ન હોય ત્યારે સ્થાનિકોએ ભારે રોસ ઠાલવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!