NANDODNARMADA

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલામાં “૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરાઇ

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલામાં “૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરાઇ

જિલ્લામાં નવા નોંધાયેલા યુવા મતદારોને પોતાની નાગરિક તરીકેની ફરજોને લોકશાહીના પર્વમાં અવશ્ય ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખવા અપીલ કરતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રાજપીપલા સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે “૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ” જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં યુવા મતદારોની નોંધણીમાં અગ્રસર રહેલા નર્મદા જિલ્લાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ અને યુવા મતદારોને બિરદાવી હર્ષની લાગણી વ્યક્ત કરી જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, સમગ્ર નર્મદા જિલ્લાની ટીમ ચૂંટણી દરમિયાન તેમજ મતદાન નોંધણી અભિયાનમાં જોડાઇને કરેલી કામગીરીના કારણે સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લાની નોંધ લેવાઇ છે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરતા તેઓએ લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલી નાગરિક તરીકેની ફરજો અને અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને ભવિષ્યમાં આવનારા લોકશાહીના પર્વમાં સહભાગી બની દેશની લોકશાહીને જીવંત રાખીશું તેમ વધુમાં ઉમેર્યું હતું.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ની કામગીરીમાં જોડાયેલાં અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ મામલતદારઓ, બી.એલ.ઓ., નવા નોંધાયેલા યુવા મતદાર, બેસ્ટ કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર આપી જિલ્લા કલેક્ટર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બિરદાવાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!