HIMATNAGARSABARKANTHA

૭૪મો પ્રજાસત્તાક દિન શેઠશ્રી ભુરાલાલ છગનલાલ શાહ આર્ટસ કોલેજ વડાલી ખાતે ઉજવાશે

૭૪મો પ્રજાસત્તાક દિન શેઠશ્રી ભુરાલાલ છગનલાલ શાહ આર્ટસ કોલેજ વડાલી ખાતે ઉજવાશે.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય કક્ષા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાશે.

તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ૭૪મો પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય પર્વ ગૌરવભેર ઉજવાશે. જેના ભાગરૂપે સાબરકાંઠાના જિલ્લાકક્ષાનો પ્રજાસતાક દિન શેઠશ્રી ભુરાલાલ છગનલાલ શાહ કોલેજ વડાલી ખાતે ગુરુવારે સવારે ૯-૦૦ કલાકે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતા ના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે તેમજ પરેડની સલામી ઝીલશે.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, પશુપાલન, ડી.આર.ડી.એ., ડી.જી.વી.સી.એલ., આઈ.સી.ડી.એસ., વાસ્મો, વન વિભાગ દ્વારા આકર્ષક ટેબ્લો, પોલીસ પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સાથે જિલ્લાના વિવિધ વિભાગના સન્માન પાત્ર અધિકારી-કર્મચારીઓ સહિત જિલ્લાના વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવશે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લાની જાહેર જનતાને ઉત્સાહભેર જોડાવા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ તાલુકા કક્ષાએ આ રાષ્ટ્રીય પર્વ ધામધૂમ પૂર્વક ઉજવાશે.

રિપોર્ટ જયંતિ પરમાર

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!