NANDODNARMADA

ઊંચા વ્યાજદરે નાણાં ધિરનાર અને પઠાણી ઉઘરાણી કરનાર દેડીયાપાડાના ઈસમ સામે ફરિયાદ દાખલ

ઊંચા વ્યાજદરે નાણાં ધિરનાર અને પઠાણી ઉઘરાણી કરનાર દેડીયાપાડાના ઈસમ સામે ફરિયાદ દાખલ

રાજપીપલા : જુનેદ ખત્રી

ઊંચા વ્યાજે નાણાં ધીરનાર લોકો સામે ગુજરાત સરકારે કડક પગલાં લેવા આદેશ કર્યો છે પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતિ અભિયાન ચલાવી લોકોને કાયદાકીય સમજ આપી રહી છે ઉપરાંત કોઈ ખોટી રીતે વ્યાજે રૂપિયા આપી ગેરકરદેસર વ્યાજ વસૂલ કરે તો પોલીસ ફરિયાદ કરવા પણ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે

દેડીયાપાડા પોલીસ મથકમાં ઊંચા વ્યાજદરે નાણાં ધિરનાર અને પઠાણી ઉઘરાણી કરનાર દેડીયાપાડાના ઈસમ સામે ફરિયાદ દાખલ થઈ છે પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરીયાદીએ આ કામના આરોપી સતીષભાઇ ભયલાલ વાંળદ રહે.પટેલ ચાલી,ડેડીયાપાડા તા.ડેડીયાપાડા જી.નર્મદા પાસેથી રૂ,૫૦૦૦/- લીધેલ હોય જેની સામે આરોપીએ એપ્રીલ માસ સને-૨૦૧૧ થી તા.૩૦/૦૪/૨૦૧૨ દરમ્યાન મુદલ રકમનું માસીક ૧૦ ટકાના ઉચા વ્યાજ દરે રૂ.૬૫,૦૦૦/- ની વસુલાત કરેલ અને કોરા સ્ટેમ્પ પેપર ઉપર સહી કરાવી લીધેલ અને તા.૩૦/૦૪/૨૦૧૫ ના રોજ ફરીયાદીનો મેજીક ટેમ્પો ધાક ધમકી આપી લઈ ગયો હતો આ બાબતે દેડીયાપાડા પોલીસે આરોપી વિરુધ ફરિયાદ આધારે કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!