PANCHMAHALSHEHERA

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ.

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

આજે સમગ્ર ભારતમાં દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેજ રીતે જૂની પાદરડી પ્રા.શાળામાં મતદાન આપણો અધિકાર છે અને આપણી ફરજ પણ છે. તે અંતર્ગત શાળાના આચાર્ય સુશીલાબેન કે.પટેલ, તમામ શિક્ષકો ભાનુભાઈ ડી.પટેલ, ઈલાબેન એસ.પટેલ, કવિતાબેન એચ.ડીંડોર, ડૉ.કલ્પેશ આર.પરમાર અને રણજિતસિંહ બી.બારીઆ તેમજ ધો.1 થી 8 ના 213 વિદ્યાર્થીઓએ મતદારોએ લેવાની પ્રતિજ્ઞા લેતાં અમે, ભારતના નાગરિકો, લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું. તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું. તેમજ શાળામાં મતદાન જાગૃતિ માટે રંગોળી, ચિત્ર, કેશ ગૂંથન, મહેંદી અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ધામધુમથી ઉજવવામાં રાષ્ટ્રીય મતદાન દિવસ ઉજવવામાં આવ્યો હતો. શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

 

તા.25.01.2023

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!