ARAVALLIMEGHRAJ

અરવલ્લી જિલ્લા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી ઇસરી હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી ઇસરી હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરાઈ

મેઘરજ તાલુકાની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એન યુ બિહોલો પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે 13 રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાર્થના હોલમાં વિધાર્થીઓ ને મતદાન અંગે જાગૃતિ અંતર્ગત માહીતી આપવામાં આવી હતી. ઉપરાંત શાળાના આચાર્ય કમલેશભાઈ પંચાલ દ્વારા વિધાર્થીઓ ને મતદાતા અંગે અને જાગૃતિ અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યાં હતા અને વિધાર્થીઓ ને મતદાન અંગે માહિતી આપી હતી

અરવલ્લી જિલ્લા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં તમામ વયમર્યાદાવાળા તમામ જ્ઞાતિના સમુહને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષ તરીકે ભાગ લે તે માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ ચૂંટણી પ્રક્રિયાને તમામ લોકોને અનુકૂળ આવે તેવી સુગમ બનાવવામાં આવેલી છે. જેથી તેમાં તમામ લોકો સહજ અને સરળ રીતે સહભાગી બની શકે છે.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે,આ દિવસે યુવા મતદારો મતદરયાદીમાં નામ દાખલ કરવા માટે કે સુધારો વધારો કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મનો વધારેને વધારે ઉપયોગ કરે તે માટે ભાર આપવામાં આવે છે. મતદારો વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન, વોટર પોર્ટલ એન.વી.એસ.પી પોર્ટલનો ઉપયોગ કરી પોતાનું નામ નોંધાવવું, નામમાં સુધારો વધારો કરવો, નામ રદ કરવો વગેરે ફોર્મ્સ ભરી શકે છે.આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લાની નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવી છે. મતદારોએ પણ ઉત્સાહથી મતદાન કર્યું. તમામને અભિનંદન પાઠવું છું.અને લોકશાહીના પર્વમાં ભાગીદાર થયા અને આવનારા સમયમાં વધારે માત્રામાં મતદાન થાય તેના માટે ભાગીદાર થવું જોઈએ.વર્ષે ચૂંટણીની કામગીરી જવાબદારીથી બખુબી પૂર્ણ થઈ તેના માટે શુભકામના આપવામાં આવી.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમ દરમિયાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી રાજીવકુમારનો વિડીયો સંદેશ નિહાળ્યો. જિલ્લાના બેસ્ટ બી.એલ.ઓ, બેસ્ટ સુપરવાઇઝર, બેસ્ટ નાયબ મામલતદારને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામદ્રારા મતદાર અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!