LUNAWADAMAHISAGAR

લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ પસંદગી

વાત્સલ્ય  લુણાવાડા

ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2022-23 માં પ્રથમ સ્થાન મેળવનાર

કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ પસંદગી

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ (આણંદ) , સી.સી.પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2022-23 (આણંદ,પંચમહાલ,ખેડા,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર,દાહોદ) એ.પી.વિદ્યાલય બોચાસણ તાલુકો બોરસદ જીલ્લો આણંદ મુકામે તારીખ 19/01/2023 થી તારીખ 20/01/2023 સુધી યોજાઈ ગયું . આ ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આશરે 70 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા .

કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડાના વિજ્ઞાન પ્રવાહના બાળકો દ્વારા બનાવેલ પ્રોજેક્ટ “સ્માર્ટ સિસ્ટમ ” તાલુકા અને જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માં રજૂ કરવામાં આવેલ હતો જ્યાં ઝોન કક્ષાએ પણ આ પ્રોજેક્ટ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે . આ પ્રોજેક્ટ શાળાના ભૌતિકવિજ્ઞાન શિક્ષક  નિરવકુમાર ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિકો ધ્રુવ મહેશભાઇ પટેલિયા તેમજ સચિન કિશોરભાઈ ભોઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય તેમ છે.

ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવનાર આ પ્રોજેક્ટ હવે રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માં લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરશે.

ઓ.કે.સી.સંકુલના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા શાળા સંચાલક મંડળના પ્રમુખ  મૌલિકભાઈ પટેલ , કિસાન માધ્યમિક વિદ્યાલયના આચાર્ય  હિતેશકુમાર પટેલ તેમજ સમગ્ર ઓ.કે.સી.સંકુલ પરિવાર દ્વારા બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!