MULISURENDRANAGAR

મૂળી સામૂહિક આરોગ્ય કેન્દ્રમા એક વર્ષમા 100 સીજીરીયનના ઓપરેશન સફળ કામગીરી લોકોને વધુ સુવિધાથી રાહત અનુભવી.

તા.25/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મૂળી હાઇવે પર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમા તબીબ ડો.નર્સિગભાઇ, ડો.ભગીરથસિહ અને ઓમદેવસિહ ઝાલા સહિત સ્ટાફના માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને સાચા અર્થમા સાર્થક કરતા હોય જુદી જુદી સરકારી ગ્રાન્ટ તેમજ આગેવાનોની જહેમત થકી આજે સામૂહિક આરોગ્ય કેન્દ્રમા દર્દીઓ માટે સુવિધા સજજ બનતા મૂળી સહિત ગ્રામ્ય તેમજ છેવાડાના વાડી વિસ્તારના મજુર વર્ગ સામાન્ય વર્ગને બિમારી સમયે શહેરોમા જવાના બદલે તાલુકા મથકે ઉચ્ચ સારવાર મળી રહેતા લોકોને મૂળી સામૂહીક આરોગ્ય કેન્દ્ર આશિર્વાદ સમાન લાગી રહયુ છે કોરોનાના કપરા સમયે પણ આ હોસ્પીટલના સ્ટાફે જીવના જોખમે કામગીરી બજાવી હતી સગર્ભા મહિલાઓને પ્રસવ સમયે શહેરોમા જવુ પડતુ હતુ વાહનો ના ભાડા અને પ્રાઇવેટ દવાખાનાનો ખર્ચ કરવો કપરો બની જતો હતો મૂળી સામૂહિક આરોગ્ય કેન્દ્રમા સગર્ભા મહિલાઓને સફળ ડિલેવરી સહિત 100 થી વધુ સીજીરીયનના ઓપરેશનની પણ સફળ કામગીરી કરવામા આવેલ હતી જેના કારણે મૂળી સહિત ગ્રામ્ય વિસ્તાર અને છેવાડાના લોકોને ઉચ્ચ સારવાર આપવામા આવતા મૂળી સામૂહિક આરોગ્ય કેન્દ્ર  લોકો માટે રણમા મીઠી વિરડી સમાન લાગી રહયુ છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!