JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ બહુજન વિકાસ ફોજ દ્વારા બાળકોને સન્માનપત્ર આપી કરાયા પ્રોત્સાહિત

સ્પર્ધાત્મક રીતે સમાજના બાળકોને ભારતના સંઘર્ષમય અને જાજરમાન ઇતિહાસ અંગે અવગત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આજરોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પુરા ભારત દેશમાં થઈ રહી છે, ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ પુરા હર્ષ અને ઉલ્લાસ સાથે તમામ સ્કૂલોમાં આ ઉજવણી થઈ રહી છે, દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા અને અવનવા કાર્યક્રમથી આ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જાતિ તોડો સમાજ જોડો અભિયાન અંતર્ગત બહુજન વિકાસ ફોજ જૂનાગઢ જિલ્લાની ટીમ દ્વારા દરેક સ્કૂલે જઈ સ્કૂલના બાળકોને દેશની પ્રથમ શિક્ષિકા માં સાવિત્રીબાઈ ફૂલેના સન્માનમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આપણા દેશના મહાપુરુષોના જેવાકે ભારતના રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે પોતાના જીવનમાં ગામડાઓમાં જઈ પ્રથમ તેમની પત્નીને શિક્ષણ આપી અને દેશના પ્રથમ મહિલા શિક્ષકને જન્મ આપ્યો ઘણા સંઘર્ષ વેઠી પતિ પત્નીએ ભારતમાં શિક્ષણની પહેલ કરી ત્યારબાદ ડો.બાબા સાહેબ આંબેડકર પોતાના મૃત્યુ સુધી શિક્ષણને વળગી રહી ભારત દેશને અખડ રાષ્ટ્ર બનાવવા દેશને મહા મુલું બંધારણ બનાવી આ દેશને વિશ્વની સૌથી મોટી લોકશાહીની ભેટ આપી અને ત્યારબાદ આ દેશના મૂળ નિવાસી sc st obc સમજોને પોતાના બંધારણીય હક્ક અધિકાર આપવાની પહેલ માન્યવર કાંશીરામ સાહેબે કરી અને દેશના 85% મોટો સમુદાયને સતા સુધી પહોંચવા અને દેશ બંધારણ મુજબ દેશ ચાલે અને દેશમાં ભાઈચારો બધુંતા અને દેશની અખંડીતતા જાળવવા ના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ આવા વિરવર મહાપુરુષોના જીવન અને સંઘર્ષને હાલ કોઈપણ સ્કૂલ કોલેજ માં અભ્યાસમાં લેવામાં નથી આવતું તે માટે આજે બહુજન વિકાસ ફોજની દ્વારા સ્કૂલમાં જઈ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને વડીલોને માહિતગાર કરવાની કવાયત હાથ ધરી ભારત દેશના આ હિરલાઓના જીવન સંઘર્ષની જાખી કરી અને તમામને મહાપુરુષોના જીવન સંઘર્ષ વિશે વડીલો બાળકોને અવગત કરવામાં આવ્યા હતા.
આ જહેમતમાં ટિમના વનરાજ સોલંકી, વિશાલ વાઘેલા રોહિત વાઘ, વિનોદભાઈ મકવાણા, ગોપાલભાઈ પરમાર, સંજય કટારીયા, કલ્પેશ સાગઠિયા, જગદીશ માકડીયા, મનીષ સાહિયા, રાજેશ ગોહેલ, નરેશ પરમાર, અલ્કેશ રાઠોડ મનોજ પરમાર, નિક માકડીયા અને ટીમ તમામ સાથીઓએ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!