JUNAGADHVANTHALI

કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે ઉજવણી કરાઈ

જિલ્લામાં દેશભક્તિના માહોલમાં ૭૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન: પોલીસનો અશ્વ શો, માર્ચ પાસ્ટ, અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લામાં રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્રપ્રેમના માહોલમાં ૭૪ મા પ્રજાસત્તાક દિનની જિલ્લા ની ઉજવણી વંથલીના સીડ ફાર્મ ગ્રાઉન્ડમાં જુનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્વજ વંદન કરી તિરંગા ને સલામી આપી જિલ્લાના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકાર પુરુષાર્થ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે .મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં વિકાસની નવી ઊંચાઈએ છે. શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતના વિકાસના પાયામાં છે.
મંત્રીશ્રીએ કૃષિ વિકાસની વાત કરતા કહ્યું કે કૃષિ ક્ષેત્રે ગુજરાતે સિદ્ધિઓ મેળવી છે. ખેડૂતો માટેની અનેક કલ્યાણકારી યોજના અમલમાં છે, અને તેના લાભો થકી ખેડૂતો ડિજિટલ અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. મંત્રી શ્રી એ ખેડૂતોની આવક વધારવા સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક યોજના સહિત ખેડૂતોની સમૃદ્ધિ માટે ખેડૂતોના હિતકારી નિર્ણયો ની વિગતો આપી હતી.
મંત્રીશ્રીએ આરજી હકુમતના લડવૈયાઓને યાદ કરી દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરો ને અંજલી આપી હતી.
કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે જુનાગઢ જિલ્લામાં કૃષિ, વંથલીના બાગાયતી પાકો, સામાજિક સેવા, આરોગ્ય ,શિક્ષણ આઈ સી ડી એસ તેમજ પંચાયત સેવાઓ અને પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસની ફળશ્રુતિ પણ જણાવી હતી.
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિક સેવાઓ માટે કરવામાં આવેલા નવતર પ્રયોગો અને સુશાસન અંતર્ગત ટીમ દ્વારા થઈ રહેલી નોંધપાત્રક કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા
મંત્રીશ્રીએ પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખુલી જીપમાં પરેડ નિરીક્ષણ વેળાએ કલેકટર રચિત રાજ, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે રહ્યાં હતા.
રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે વંથલી અને આજુબાજુના વિસ્તારની શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિત રંગારંગ કાર્યક્રમની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. મંત્રીશ્રીના હસ્તે રેવન્યુ, પોલીસ, પંચાયત આરોગ્ય શિક્ષણ, શ્રેષ્ઠ સરપંચ, અને વિવિધ વિભાગના કર્મચારીઓ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત અલગાજી, માણકી અને અંજલિ નામના અશ્વનો શો આકર્ષિત રહ્યો હતો. મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, કલેકટર રચિત રાજ, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, દિનેશભાઈ ખટારીયા, ગીરીશભાઈ કોટેચા, જેઠાભાઇ પાનેરા, અધિક કલેકટર એમ.બી બાભણીયા, આસિસ્ટન્ટ કલેકટર હનુુલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!