BHARUCH

જંબુસર ઝેન સ્કૂલ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ માં 74 માં પ્રજાસત્તાક દિનની હર્ષો ઉલ્લાસ સાથેની ઉજવણી

*જંબુસર ઝેન સ્કૂલ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ માં 74 માં પ્રજાસત્તાક દિનની હર્ષો ઉલ્લાસ સાથેની ઉજવણી

*
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશ આજે પ્રજાસત્તાક દિનની પરંપરાગત ઉજવણી કરી રહ્યું છે ત્યારે જંબુસર શહેર પાસેની ઝેન સ્કૂલ માં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ શિક્ષક મિત્રો ના માર્ગદર્શન હેઠળ રંગે ચંગે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
પ્રજાસત્તાક દિન નિમિત્તે કાર્યક્રમના આરંભમાં શાળાના પ્રિન્સીપાલ મેડમ શ્રીમતી નીલમબેન પંડિત દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું. રાષ્ટ્રગાન અને વંદે માતરમ ના નારા સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડની વિશેષ પ્રસ્તુતિની જોરદાર રજુવાત કરવામાં આવી
ત્યારબાદ અત્રે ની શાળાના વિશાળ આધુનિક ઓડિટોરિયમમાં દીપ પ્રાગટ્ય અને શ્લોક ગાન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો.
પરંપરાગત ભારત દેશના દરેક પ્રાંત મુજબ વિશિષ્ટ રીતે શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારના નૃત્યની પ્રસ્તુતિની ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આવી.
દરેક ડાન્સ ખુબ અદભુત રીતે રજૂ થયો હતો તેમને વિશિષ્ટ રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય
છે કે ઝેન સ્કૂલ જંબુસર દ્વારા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ રીતે સમય અનુસાર શૈક્ષણિક કાર્યની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે

Back to top button
error: Content is protected !!