BHARUCH

નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઊજવણી થઈ

નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઊજવણી થઈ.
નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ” ઇતની શક્તિ હમે દેના દાતા ” થી થઈ ત્યાર બાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.
નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું સાથે પોતાના પ્રાસંગિક ઉદ્ બોધનમાં તેઓએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભાષણ માટેનો નથી. હુ બદલાઈશ તો દેશ બદલાશે કહી ઉપસ્થિત સૌ સાથે જુદી જુદી પ્રતિજ્ઞા લીઘી હતી.
સાથે ઉપસ્થિત જયદીપસિંહ જાદવે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પ્રજાસત્તાક પર્વની વિષેશ માહિતી આપી હતી ત્યાર બાદ શ્રી મહેશભા ગોહિલે આપડે સૌ દેશના આદર્શ નાગરિક બનીએનો સંદેશ આપી ભારત માતાકી જય અને વન્દે માતરમ્ નો નારો લગાવ્યો હતો.
શાળાના બાળકો દ્વારા સુંદર દેશભક્તિ આધારિત કૃતીઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી શૈલેષભાઈ પટેલ (સહકાર) તરફથી બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચેતનભાઈ લીમચિયા, કેતનભાઈ પટેલ, દિલીપસિંહ ચૌહાણ, રમેશભાઇ રાણા અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિ શ્રી લાલાભાઈ, શ્રી મનીષભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!