DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

આપણુ બંધારણ લોકશાહીનો આત્મા છે–એડી.કલેક્ટર રાજકોટ

આપણુ બંધારણ લોકશાહીનો આત્મા છે–એડી.કલેક્ટર રાજકોટ

પ્રજાસત્તાક મૂલ્યોને સમાવી દેશને ઉન્નતિના શિખરો પર લઈ જવામાં આપણા બંધારણનો સવિશેષ ફાળો રહ્યો છે- અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી.ઠક્કર


માર્ચપાસ્‍ટ અને રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જામનગર /રાજકોટ ( ભરત ભોગાયતા)

૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેર કક્ષાના કાર્યક્રમની આન, બાન, શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી.ઠક્કર દ્વારા ચૌધરી મેદાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લોકસભાના સંસદ શ્રી રામભાઈ મોકરીયા સહિત રાજકોટવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી.ઠક્કરએ ગૌરવ સાથે રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા પ્રજાસત્તાક પર્વનો મહિમા જણાવતા કહ્યું હતું કે, આજના દિવસે ૧૯૪૭ માં આઝાદીના સ્વરૂપમાં ભારતને નવજીવન મળ્યું અને એ નવજીવનને ટકાવી રાખવામાં એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વરૂપી તાકાત થકી ભારતીય પ્રજાસત્તાક પર્વએ મહત્વનો ભાગ ભજવ્યો છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજી, અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશને ખરા અર્થમાં પ્રજાસત્તાક બનાવનાર ડો. આંબેડકર સહિત દેશના નિર્માણમાં યોગદાન આપનાર જાણીતા અજાણ્યા ભારતવાસીઓના આપણે ઋણી છીએ. આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને સંકલિત બંધારણ છે. ખરા અર્થમાં પ્રજાસત્તાક મૂલ્યોને સમાવી દેશને ઉન્નતિના શિખરો પર લઈ જવામાં આપણા બંધારણનો સવિશેષ ફાળો રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અધિક નિવાસી કલેકટરશ્રી ઠક્કરે હાલમાં જ પૂર્ણ થયેલા લોકશાહીના પર્વમાં મતદાન કરીને લોકશાહીના મુલ્યોને જાળવી રાખનાર પ્રજાજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સરકારશ્રી દ્વારા જનતા માટે કરવામાં આવેલા પ્રજાહિતના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ અધિક કલેક્ટરશ્રીએ હોમગાર્ડ, એન.સી.સી ગર્લ્સ પ્લાટુની સલામી લીધી હતી, ત્યાર બાદ તમામ પ્લાટૂનની માર્ચપાસ્‍ટ યોજાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સ્કુલના બાળકોએ “ઘર મોરે પરદેશિયા”, “કર હર મેદાન ફતેહ”, “દેશ મેરે” જેવા દેશભક્તિના ગીતો પર રાષ્ટ્રભક્તિ સભર નૃત્યો દ્વારા ઉપસ્થિત સૌ નગરજનોમાં રાષ્ટ્ર ભાવનાનો જોમ અને જુસ્સો ભરી દીધા હતા.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, મામલતદાર શ્રી જાનકી પટેલ, સામાજીક અગ્રણીશ્રી યશવંતભાઇ જનાણી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી ૭૪માં પ્રજાસત્તાક પર્વમાં સહભાગી બન્યા હતાં. તેમ સમગ્ર અહેવાલ આપતા રાજકોટ સ્થિત પ્રાદેશીક માહિતી કચેરી સંયુક્ત માહિતી નિયામક તેમજ જીલ્લા માહિતી કચેરીના એડીટીંગ વિભાગના રાજ લકકડ અને દેવ મહેતા એ જણાવ્યુ છે

_________________________

રાજકોટ તા. ૨૬ જાન્યુઆરી – ૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ધોરાજીના સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

-:વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી એ જણાવ્યુ હતુ કે પાંચ ટ્રિલિયન ઇકોનોમી સાથે ભારત આજે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમજ

G – 20નું નેતૃત્વ ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ  છે

-સૌ જવાબદાર નાગરિક બની સાચા દેશભક્ત તરીકે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની ભારતનું નામ રોશન કરીએ

આ અંગેનોવિસ્તૃત અહેવાલ રાજકોટ સચથિત જોઇન્ટ ડાયરેક્ટર માહિતી ખાતાની પ્રાદેશીક કચેરીના એડીટીંગ વિભાગના પ્રિયંકાબેન અને ભાવિકાબેન એ બનાવ્યો હતો

@___________________

BGB

b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)

gov.accre.journalist

jamnagar

8758659878
[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!