NARMADATILAKWADA

તિલકવાડા શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ખાતે 74 માં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી


તિલકવાડા શ્રી કે એમ શાહ હાઇસ્કુલ ખાતે 74 માં પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી

વસિમ મેમણ તિલકવાડા

આપણો ભારત દેશ આઝાદ થયા બાદ આટલા મોટા દેશની પ્રજાની સુખાકારી અને સલામતી માટે તથા દેશના ઉજવળ ભવિષ્ય માટે દેશના લોકોનું પોતીકું બંધારણની રચના કરવા માટે એક બંધારણ સમિતિની રચના કરવામાં આવી ભારત દેશ માટે એક ઉમદા બંધારણ નિર્માણ પામે તે હેતુથી બંધારણ સમિતિએ દુનિયાના વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણા બંધારણની રચના કરી તે જાન્યુઆરીએ આ બંધારણ ભારતની જનતાએ અપનાવીને એક નવા યુગની શરૂઆત કરી આ દિવસ એટલે 26 જાન્યુઆરી આ દિવસ ભારતની જનતા માટે સ્વાભિમાનનો દિવસ છે 26 જાન્યુઆરીના પર્વની દેશભરમાં ભારે ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે

આ પ્રજાસત્તાક પર્વ નો ઉજવણી કરતા આજ રોજ તિલકવાડા નગરની શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતીયા ના હસ્તે ધ્વજ ફરકાવી સલામી અર્પણ કરવામાં આવી સાથે જ પોલીસ બેન્ડની મધુર સુરવાલીઓની ધૂન વચ્ચે પોલીસ અને અન્ય સુરક્ષા જવાનોની પલટુનોની પરેડ યોજાઇ ઉપરાંત શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા સાથે જ તબીબી અધિકારીઓ અને 108 એમ્બ્યુલન્સ સેવામાં તથા પોલિસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મીઓ ને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવાની સાથે ઉત્સાહભેર 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!