BHUJKUTCH

જતવાંઢ (ઝુરા) પ્રા.શાળામાં ભુજ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતાની ઉપસ્થિતિમાં ૭૪માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ 

૨૬-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ તાલુકાના (ઝુરા) જતવાંઢ પ્રાથમિક શાળા ના પટાંગણમાં ૭૪માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી રાણાજી જાડેજા દ્વારા પધારેલ ગ્રામજનો અને મહેમાનોનો શાબ્દિક સ્વાગત કરીને પ્રાસંગિક ઉદબોધન આપી ગણતંત્ર દિવસ ની ઉજવણી નો મહત્વ સમજાવવામાં આવ્યું. આ તકે વાલીઓ તેમજ અગ્રણી ઓ શાળાના વિકાસ માટે શિક્ષકો ને મદદરૂપ થાય એવી ટહેલ કરવામાં આવેલ. ત્યાર બાદ દિકરીની સલામ દેશના નામે કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દિકરી જત જમીલાબાઈ ના હસ્તે ધ્વજવંદન કરાવામાં આવેલ. આ તકે કાર્યક્રમ ના અધ્યક્ષ એવા ભુજ તાલુકા પંચાયત ના શાસકપક્ષ ના નેતા ભાઈ મામદરહીમ જત ના હસ્તે સન્માન -પત્ર અને મોમેન્ટો આપી દિકરીને સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે વ્હાલી દિકરી ઓના વાલીઓ ને એસ.એમ.સી.અદયક્ષ અબ્દુલભાઈ જતના હસ્તે સ્મૃતિ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. ત્યાર બાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત-ઞમત તેમજ પિરામિડ રજૂ કરવામાં આવેલ.આ પ્રસંગે ગ્રામજનો હુસેનભાઇ, ઓસમાણભાઈ જત (ઉપ-સરપંચ) , ફકીરમામદભાઈ, અબ્દુલભાઈ, જાકબભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કરેલ આ પ્રસંગે કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી મામદ રહીમભાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધન માં ગામ અને શાળાના દરેક કાર્યમાં સહયોગની ખાતરી આપવામાં આવેલ અને શાળાની ઉત્તરોત્તર પ્રગતિની શુભકામના પાઠવવામાં આવેલ. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓમા વિજેતા બાળકોને શિક્ષકો તેમજ ગામના અગ્રણીઓના સહયોગથી ઈનામ-વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના શાસકપક્ષ નેતા મામદ રહીમભાઈ ના પરિવાર તરફથી તમામ બાળકોને અલ્પાઆહાર આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી રાણાજી જાડેજા ના માર્ગદર્શન હેઠળ શાળાના યુવા શિક્ષક મયંકભાઈ દુદાણી દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ ની આભાર વિધિ શાળાના પ્રતિભાશાળી શિક્ષિકા સોનલબા જાડેજા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ ને સફળ બનાવવા એસ.એમ.સી.સભ્યો સાથે શાળાના શિક્ષકોમા ઉમાબેન પટેલ,શ્રુતિબેન નાયક તેમજ મોહસિનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!