NARMADATILAKWADA

તિલકવાડા તાલુકાના એક ગામની પીડિત મહિલાની મદદે પહોંચી પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ નર્મદા

તિલકવાડા તાલુકાના એક ગામની પીડિત મહિલાની મદદે પહોંચી પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ નર્મદા

વસિમ મેમણ તિલકવાડા

ઉલ્લેખનીય છે કે અભયમ ટીમ નર્મદા દ્વારા રોજ રોજ અસરકારક કામગીરી કરીને જિલ્લા માં લોકોના પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતા જબરદસ્ત કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી કરતા અભયમ ટીમ નર્મદા ની વધુ એક કિસ્સો સામે આવી છે જેમાં તિલકવાડા તાલુકાના એક ગામની પીડિત મહિલા ને તેની સાસુ હેરાનગતિ કરતી હોવાથી મહિલા એ અભયમ ટીમ નર્મદા ને ફોન કરી મદદ ની ગુહાર લગાવતા અભયમ ટિમ ઘટના સ્થળ પર પહોંચીને બંને પક્ષે અસરકારક કાઉન્સિલિંગ કરીને પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરવામાં અભયમ ટીમ નર્મદાને સફળતા મળી છે

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામની પીડિત મહિલાને તેની સાસુ અવાર નવાર હેરાનગતિ કરતી હોવાથી મહિલા એ અભયમ ટીમ નર્મદાને ફોન કરી મદદની ગુહાર લગાવતા અભય ટિમ નર્મદાના કાઉન્સિલર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પીડિત મહિલા સાથે વાત કરતા મહિલાએ જણાવ્યું કે મારા લગ્નને સાત વર્ષ થયા છે અને સાત વર્ષ દરમિયાન એક પાંચ વર્ષનો દીકરો છે મારા પતિ જોબ કરે છે અને ઘરમાં દુકાન ચલાવે છે જેથી હું મારા દીકરા માટે દુકાનમાંથી વેફર કે કઈ ખાવાનું લવ તો મારી સાસુ ઝઘડો કરવા લાગે છે અને ઘરના કામો કરતી નથી વધારે જમવાનું બનાવે છે તેલ બે દિવસમાં પૂરું કરી નાખે છે તેમ કહી ઝઘડો કરે છે અને અમારા રૂમમાં અનાજના પીપળા મુકેલા છે અને ત્યાં અનાજ મૂકેલું હોય એમાં પૈસા મૂકી ને ચોરીનો આરોપ લગાવે છે કે પૈસા કાઢી લે છે અમારા ઘરમાં રહે છે તો ભાડું આપો નહીંતર ઘરેથી નીકળી જાઓ અને તું વિધવા બની જાય મળી જાય જેવા અપશબ્દ બોલી રોજ રોજ ઝઘડો તકરાર કરીને માનસિક ત્રાસ આપે છે

અભય ટિમ ના કાઉન્સિલરે મહિલાની વાત સાંભળ્યા બાદ તેની સાસુ સાથે વાતચીત કરતા સાસુ એ જણાવ્યું કે મારા દીકરા ને ભણવા માટે અમે 15 લાખ રૂપિયા નો ખર્ચો કર્યો છે અને નોકરી કરતો થયો તો અમને પૈસા નથી આપતો મારા ઘરમાં રહેવું હોય તો દર મહિને 2000 ભાડું આપવું પડશે નહીં તો હું રહેવા નહીં દઉં ખેતરમાં કામ કરવા નથી લાગતી મોડી ઊઠે છે પછી હું તેમને કેવી રીત ના મફતમાં અમારા ઘરમાં રહેવા દઉં તેમ જણાવતા અભયમ ટીમે મહિલાની સાસુને અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજણ આપી હતી અને જેટલું સાસુ નું ઘર છે તેટલું જ વહુનું પણ ઘર છે તેવી સમજણ આપી આજ પછી જો હેરાનગતિ કરશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ સમજણ આપતા સાસુને તેની ભૂલ સમજાતા તેઓએ માફી માંગી આજ પછી વહુને દીકરી તરીકે રાખીશ તેમ કહી પોતાની ભૂલ સ્વીકારી હતી આમ અભયમ ટીમ નર્મદાએ વધુ એક પારિવારિક ઝઘડા નું સુખદ સમાધાન કરાવવામાં સફળતા મેળવી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!